________________
૧૨૮
આત્મબલિદાન
હતી – જીવે ત્યાં સુધી પત્નીના ભાગવટો; અને તેના મૃત્યુ પછી તેનાં
પુત્ર-પુત્રીના.
આદમના છયે છોકરાઓને આ વાત વસમી થઈ પડી; કારણકે, તેઓને ખાવા-પીવા-પહેરવાની જોગવાઈ સિવાય હાથખરચનું કશું તેમની મા પાસેથી મળે તેમ ન હતું: તે બાઈ ભારે કંજૂસ હતી. ખાવા-પીવારહેવાનું પણ તેમને જે મળતું તે બદલ તેમને જમીન ઉપર સવારથી સાંજ સુધી કામ કરવું પડતું. તેઓ હવે મેટી ઉંમરના થયા હતા, અને મેટો દીકરો ફૅશરતો પરણવા લાયક થઈ ગયા ગણાય; પરંતુ જ્યાં સુધી તેના હાથમાં પેાતાના કહેવાય તેવા વાપરવાને પૈસા પણ ન હોય, ત્યાં સુધી તે પણે કેમ કરીને?
એટલે એ છયે છોકરા આ બાબતની પોતપોતાની ફરિયાદ લઈને બાપ પાસે આવવા લાગ્યા. આદમ તેમને શું કહે કે શે! ઠપકો આપે ? તેની પાસે તો એક જ માર્ગ બાકી રહ્યો હતો અને તે એ કે છોકરાઓને હાથ-ખરચી માટે માગે તેટલા પોતાના પૈસા આપવાને.
અને આમ જલદી જલદી માગ્યે પૈસા મળતા થયા, એટલે તે છોકરાઓ વારંવાર આવવા લાગ્યા. જ્યારે તેઓ પૈસા લઈ સંતુષ્ટ થઈ પાછા જતા, ત્યારે આદમ તેમની નાલાયકી બદલ ડોકું ધુણાવતો. ગ્રીબા પણ ડોકું ધુણાવતી; કારણકે, તે જોતી હતી કે, આમ તો ઘેાડા જ વખતમાં તે હરામી છોકરાઓ તેમના બાપને ફોલી ખાશે. તે કોઈ કોઈ વખત પોતાના બાપને એમ કહેતી પણ ખરી; પણ આદમ જવાબ આપતો કે, ખરાબમાં ખરાબ થઈનેય બીજું શું થવાનું છે – તેની પાસે તેને પેાતાના વાર્ષિક પગાર તો છે ને! પૈસાને ઉપયોગ ન થાય, તો તે શા કામના? તેમજ દાન-દયા પણ ઘર આગળથી જ શરૂ કરવાં જોઈએ ને ?
પણ આ અનિષ્ટની માઠી અસર લૅંગ્સ સુધી પણ પહોંચી - છોકરાઓને પૈસા આદમ પાસેથી મળવા માંડયા એટલે તેઓ જમીન