________________
જે
આત્મ-બલિદાન જવાનું હતું, પણ વચ્ચે કંબરૉન્ડના વહાઇટ-હેવને તથા મેન ટાપુના રૅસે બંદરે લાંગરવાનું હતું. તેનો બાપ સ્ટિફન એરી મેન ટાપુ તરફ છે, એવું મૅટ્રિકસનને ભાઈ તેની માને તાજેતરમાં સંભળાવી ગયો હતો.
આદમ ફેરબ્રધર
આયરલેન્ડના સમુદ્રમાં મૅન-ટાપુ ઘણાં સૈકાંથી પોતાની અલગ મૅન્કસ ભાષા અને પોતાના સીધા-સાદા કાયદા-કાનૂનો જાળવતો ચાલ્યો આવ્યો છે. ઘણાં ઘણાં વર્ષો પૂર્વે તેને પોતાના રાજા પણ હતા; હવે રાજ્યકર્તા ઉમરાવો છે. તેમાંના એક સ્કૉટિશ ઉમરાવે ૧૭૬૫ માં તેને સેનાના બદલામાં વેચી નાખ્યો. ત્યાર બાદ ઇંડને રાજા તેનો ગવર્નર-જનરલ નીમવાનો અધિકાર ધરાવતો થયો. તેણે એક સ્કૉટિશ ઉમરાવ જૉન, ડયૂક ઑફ ઍથોલ-૪ને ગવર્નર-જનરલ નીમ્યો. પણ તેને એ ટાપુ ઉપર જવાનું તથા રહેવાનું ગમ્યું નહિ, એટલે તેણે ત્યાં પોતાને ડેપ્યુટી ગવર્નર નીમવાને વિચાર કર્યો.
તે એમ વિચાર કરે તે પહેલાં તો છવ્વીસ જણા એ પદ માટે તેને અરજ કરવા લાગ્યા : બંને ન્યાયાધીશો, અને ચોવીસે ધારાસભ્યો. પણ તેણે તેમાંથી કોઈને પસંદ ન કર્યા. તેને પોતાની ખાસ કલ્પના મુજબનો જ માણસ પોતાને સ્થાને નીમ હતો.
છેવટે તેને ભાળ મળી કે, ટાપુની ઉત્તરે એક ખેડૂત રહે છે, તે તેની પ્રમાણિકતા, સાદાઈ, અને ધર્માચરણ માટે બહુ જાણીતો છે. તરત જ ડયૂક એની વધુ તપાસ માટે જાતે ઊપડ્યો.