________________
આદમ ફેરબ્રધર પેલા ખેડૂતનું નામ આદમ ફેરબ્રધર હતું. તેનું કુટુંબ ખાસું બહોળું હતું. જુવાનીમાં તે દરિયો ખેડવા નાસી ગયો હતો; પણ આજીરિયાએ તેને કેદ પકડી લીધો અને અઠ્ઠાવીસ મહિના સુધી પોતાને ત્યાં ગુલામ તરીકે રાખ્યો. ત્યાંથી તે ભાગી છૂટયો અને છેવટે ગિનીના જહાજના કમાન તરીકે પિતાને વતન પાછો ફર્યો. આ એને આ ઈતિહાસ, આખી કેળવણી, કે આખી કારકિર્દી હતાં.
માંધેલ્ડ જિલ્લામાં આવેલી પાંચસો એકર જેટલી ભૂંડી ભખ જમીનમાં “ૉયૂ' મથકે તે રહેતો હતો. ડયૂક જ્યારે ઘોડા ઉપર બેસી તેને ત્યાં પહોંચ્યો, ત્યારે તે પોતે બારણા ઉપરનો ઘાંટ વગાડીને પોતાનાં કુટુંબીઓને જમવા માટે બોલાવતો હતો. તે વચલી ઉંમરનો, સુદઢ બાંધાન, માયાળુ ચહેરાને, અને મીઠા અવાજવાળો માણસ હતો.
આદમે ડચકનો સમાનતાને નાતે હાથ લાંબો કરી સત્કાર કર્યો. ડથકે પણ તેની સાથે હાથ મિલાવ્યો. આદમે ઘોડાની લગામ પકડી રાખી, જેથી ડક નિરાંતે ઊતરી શકે. પછી ઘોડાના રંગ ઢીલા કરી, ડયૂક સાથે વાતો કરતો કરતો તે પહેલાં ઘોડાને પોતાના તબેલામાં લઈ ગયો, ત્યાં ઘોડાને ખાવા માટે ઓટની જોગવાઈ કર્યા પછી તે ડયૂકને પોતાની સાથે ઘરમાં લાવ્યો.
જમવા માટે મેજ ઉપર તૈયારી થઈ ગઈ હતી અને જમનારાં બધાં આવવા લાગ્યાં હતાં. આદમે લૂકને પોતાને જમણે હાથે બેસાડયા. આદમની પત્ની, છ દીકરા, નોકરો, નોકરડીઓ – બધાં સાથે જ ટેબલની આસપાસ બેસી ગયાં.
આદમે ભગવાનની પ્રાર્થના છ શબ્દોમાં કરી લીધી, એટલે તરત બધાં ખાવા લાગી ગયાં.
• ૧. આજીરિયા, આફ્રિકાની ઉત્તરે આવેલું રાજ્ય. - સંપા ૨. આટલાંટિક કિનારે આવેલું પશ્ચિમ આફ્રિકાનું રાજ્ય. - સંપા