SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન રહ્યો. તેની આંખમાંથી આંસુ પણ ટપકડ્યું નહિ કે તેના સુકાઈ ગયેલા ગળામાંથી કશો અવાજ પણ નીકળ્યો નહિ. પેલો ભલો પાદરી હવે પોતાની આંખો લૂછતો લૂછતો બોલ્યો, “ચાલ બેટા, હવે તારી માને અવલમંજિલ પહોંચાડીએ.” ના, હજ નહિ,” એમ બોલી જૅસન માની પાસે ઘૂંટણિયે પડ્યો. તેનો હાથ પોતાના હાથમાં લઈ તે મોટેથી બોલ્યો, “મારા બાપે તને મારી નાખી છે; આખી દુનિયામાંથી હું તેને ગમે ત્યાંથી ખોળી કાઢીશ અને તેને મારી નાખીશ, એ મારો કોલ છે.” આ શું બોલે છે, બેટા?” ભલો પાદરી ગભરાઈને બોલી ઊઠો. જૈસને તેને કશો જવાબ આપ્યા વિના આગળ ચલાવ્યું, “અને જો મારો બાપ તે પહેલાં જ મરી ગયો હશે, અને મને ભેગો નહિ થાય, તો હું આખી દુનિયા ખૂંદી વળીને તેના દીકરાને શોધી કાઢીશ, અને તેના બાપને બદલે તેને જીવ લઈશ.” “ચૂપ, ચૂપ, બેટા!” પાદરી બોલી ઊઠ્યો. ભગવાન મારા સાક્ષી છે!” ભેંસને વાક્ય પૂરું કર્યું. “બેટા, બેટા, જીવોનાં અપકૃત્યની સજા કરવાનું – પાપને બદલો લેવાનું ભગવાનના હાથમાં છે – આપણ માણસોના હાથમાં નહીં.” જૈસને કંઈ જવાબ ન આપ્યો. તે સીધો પોતાની માના મૃત દેહને વળગી પડ્યો -- નાનો હતો ત્યારે વળગતો હતો તેમ. રાશેલને જે દિવસે દફન-સંસ્કાર કર્યો, તે દિવસે ઈસ્ટરનો તહેવાર હતો. અર્થાત્ સ્ટિફન ઓરીને આઇસલેન્ડમાંથી નાઠે બરાબર ૧૯ વર્ષ થયાં હતાં. બીજે જ દિવસે જૈસન એક આઈરીશ જહાજ ઉપર ખલાસી તરીકે જોડાઈ ગયો. તે આયર્લૅન્ડના બેલફાસ્ટ બંદરે ૧. ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન નિમિત્તે ઊજવાતો ઉત્સવ.
SR No.006004
Book TitleAatmbalidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherVishva Sahitya Academy
Publication Year1998
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy