________________
૬
આત્મબલિદાન જૈસને વધુ પાસે જઈને તેને ઠંડો પડી ગયેલો હાથ પોતાના બંને હાથમાં લીધો.
રાશેલની આંખોનું તેજ ચાલ્યું ગયું હતું, પણ જેસનના બંને હાથની દિશામાં મેં રાખીને તેણે કહ્યું, –
“બેટા, તારી વિદાય લઉં છું; તને એ મૂકીને જતાં મને હવે ડર લાગતો નથી. તું બહાદુર છે, ખડતલ છે; અને જે માણસ દુનિયાનો સામનો કરી શકે, તેને હંમેશ દુનિયા નમતી આવે છે. માત્ર નિર્બળ પ્રત્યે જ તે ફૂર બની જાય છે – ખાસ કરીને ભીરુ એવી સ્ત્રીઓ જેઓ હદયહીન પુરુષના હાથમાં ગુલામ થઈને વેચાઈ ગયેલી હોય, તેઓ પ્રત્યે ખાસ!”
પછી તેણે જેસનને બધી વાત ધીમે ધીમે કહી સંભળાવી – પોતાના પ્રેમની વાત, પોતાની વફાદારીની વાત, પોતાની આખી જીવન-કહાણી. ટૂંકા થોડા શબ્દોમાં તેણે એ વાત કહી દીધી. વધારે શબ્દો બેલવા માટે તેનામાં શ્વાસ જ નહોતો રહ્યો.
“મેં તેને સર્વસ્વ અર્પે. એને કારણે મેં બાપને શાપ વહોર્યો. પણ તેણે મને મારી – અને ઉપરથી મારો ત્યાગ કરીને ભાગી ગયો – અને બીજીને પડખે ભરાય. સાંભળ – જરા વધુ નજીક આવ – તું ખલાસી થવાને, અને દૂર દૂર સુધી દરિયો ખેડવાનો. જો કદીક નું તારા બાપને ભેગો થાય, તો તારી માએ એને માટે શું શું સહન કર્યું છે તે યાદ કરજે. જો તું કદી એને ભેગો ન થાય, પણ તેના દીકરાને ભેગો થાય, તોપણ તારી માએ એ છોકરાના બાપને હાથે શું વેર્યું છે તે યાદ કરજે. તને હું કહું છું તે સંભળાય છે? મારાથી હવે બરાબર બોલાતું નથી. મેં કહ્યું તે સમજ્યો ?– વિદાય, બેટા, વિદાય. મેં કહેલી વાત ભૂલતો નહિ.”
એક વધુ ડચકું ખાઈને રાશેલે પ્રાણ ત્યાગી દીધા. જૈસન હજુ જેમને તેમ માના મુખ સામે ર્મીટ માંડીને ઊભો