________________
૧૦૪
આત્મ-બલિદાન બીજો એક જણ ગણગણો, “સ્ટિફન આજ રાતે ક્યાં ગયો છે? નહિ તો તે મદદે દોડી આવ્યા વિના ન રહે.” *
“આખું અઠવાડિયું તે અહીં જ હતો,” નેરી ક્રો બેલી ઊઠયો.
ચેલ્સ એ-કીલી હવે સ્ટિફનને ઘોલકે જઈ બારણું ઠપઠપાવવા લાગ્યો હતો તથા તેનું નામ દઈ તેને બૂમો પાડતો હતો.
“સ્ટિફન ! સ્ટિફન ! સ્ટિફન રી!”
અંદરથી કશો જવાબ ન મળ્યો. પેલાએ વધુ મોટેથી બૂમ પાડી.
સ્ટિફન, બારણું ઉઘાડ! એક માણસ મરવા પડ્યો છે.”
પણ અંદરથી કશી હિલચાલ ન સંભળાઈ. કોઈએ કહ્યું, “એ ઊંઘી ગયો હશે.”
કેન વડે કહ્યું, “એ કદાચ અંદર નહિ હોય; બારણું ધક્કો મારીને ઉઘાડી નાખે.”
એક જ ધક્કો બસ થયો. બારણું માત્ર દોરીથી જ બાંધી રાખેલું હતું. લોકો પેલાને ઊંચકી અંદર પેઠા. બારીમાં સળગતા દીવાનું અજવાળું પેલા બેહોશ માણસના મોં ઉપર પડતાં જ તેઓ બોલી ઊડ્યા,
“ભલા ભગવાન, આ તો સ્ટિફન એરી પોતે જ છે.”