________________
જૈસનનું આગમન “પેલો આઈસ-કૉન્ડને જુવાનિયો,” ડેવીએ જવાબ આપ્યો.
પેલો છોકરડો જેસન કે?”
“હા, હા, એ જ; પણ દિલદાર જુવાનિયો છે, કહેવું પડે.” ડેવી ગણગણ્યો.
લકોને શ્વાસ થંભી ગયો. ગ્રીબાએ તે ડરી જઈને આંખો ઉપર પંજા જ ઢાંકી દીધા. જેસન મજબૂત બાથો ભરતો અને પાણી કાપતો હોડી સુધી પહોંચી ગયો. થોડી જ મિનિટ બાદ તે પેલા માણસને ઘસડતો કિનારે લઈ આવ્યો.
એ માણસ જેસનના હાથમાં છેક જ બેહોશ સ્થિતિમાં પડ્યો હતો. તેના માથામાં ઊંડો ઘા પડ્યો હતો, અને તેમાંથી પુષ્કળ લોહી નીકળતું હતું. ગ્રીબાએ આગળ આવી તેના મોં તરફ નજર કરી લીધી અને પછી નિરાંતનો શ્વાસ મૂક્યો – તે માઇકેલ સન-લૉકસ ન હતો !
જેસન પેલાને જમીન ઉપર મૂકીને બોલ્યો, “બિચારો ખતમ થઈ ગયો લાગે છે.”
એ કોણ છે, કોણ છે?” કેટલાય અવાજો આવ્યા. “ફાનસ લાવો તો ખબર પડે.” જેસન બોલ્યો.
જ બુદ્રા ઓરીના ઘોલકામાં દીવો સળગતો દેખાય છે. આપણે આને ત્યાં જ લઈ ચાલો. એ નજીકમાં નજીકની જગા છે.”
તે તરત જ ખભા ઉપર પેલા બેહોશ માણસને ઊંચકી સ્ટિફન ઓરીના ઘોલકા તરફ લઈ ચાલ્યા.
કેટલો બધો વજનદાર છે?” ધર્મવીર* કેન વેડ બોલી ઊઠ્યો; “કોઈ આગળ જઈને બારણું ઉઘાડાવો.”
ભારૌ ચેલ્સ એ-કીલી આગળ દોડવો.
• મૂળ “મેડિસ્ટ.” જોન લેસ્લીએ (૧૭૦-૯૧) સ્થાપેલે સંપ્રદાય. એ લોકે ધર્માચારની બાબતમાં બહુ ચુસ્ત હોય છે. – સંપા