________________
૧૦૨
આત્મ-બલિદાન એટલે તે તો હવે કિનારા ઉપર ઊભેલા માણસો તરફ દોડતી ફરતી કહેવા લાગી, “એ માણસ થોડી જ વારમાં મરી જશે – કોઈ એને બચાવવા નહિ જાઓ?”
પણ ટોળાંમાંની સ્ત્રીઓએ પોતપોતાના પુરુષોને પકડી રાખ્યા; અને પુરુ ડેકું ધુણાવતા ગણગણવા માંડ્યા, “એને બચાવી શકાય તેમ જ નથી.” “અમારે પણ બૈરી-છોકરાં છે.” “ નકામી જિંદગી જોખમમાં નાખવાની શી જરૂર?”
છતાં ગ્રીબા બૂમો પાડતી જ રહી, “મદદે દોડો! કોઈ તો દોડો! હજુ તેને બચાવી શકાય તેમ છે.”
અને તરત ખલાસીઓમાંને જ એક જુવાનિયો આગળ આવ્યો અને બોલ્યો, “આટલે નજીક ઊભા હોઈએ, અને એને મરવા
દેવાય?”
“ભગવાન તમારું ભલું કરે, હંમેશ ભલું કરે!” ઝીબા બોલી ઊઠી; અને ભાનભૂલી થઈ જઈને તરત તેને ભેટી પડી. પછી તો તેણે તેના ગાલ ઉપર ચુંબન જ કરી લીધું.
એ જુવાનિયો જેસન હતો. તેણે એક દોરડું શોધી કાઢી, તેનો એક છેડો પિતાની કમરે બાંધી લીધો અને બીજો છેડો “પકડી રાખજો” એમ કહી થર્સ્ટન ફેરબ્રધર તરફ ફેંક્યો. બીજી જ ક્ષણે તેણે તોફાની દરિયામાં ઝંપલાવ્યું.
પેલો હોડી ઉપરને માણસ તેને આવતે જોઈ ગયો તેથી, કે બીજા કોઈ કારણે, બૂમો પાડતે ચૂપ થઈ ગયો.
“શાબાશ! શાબાશ!” ગ્રીના જવાનોને પોરસ ચડાવતી બોલવા લાગી.
આમાં શાબાશી આપવા જેવું શું છે? આ તે નર્યું ગાંડપણ છે.” ડેવી બોલી ઊઠ્યો.
એ જુવાનડા કોણ છે?” કક્ષાને પૂછયું.