________________
૩૧૨
આત્મા-બલિદાન ક્યાં જવું છે અને શું કરવું છે એના વિચાર વિના જ જેસન સન-લૉસને જમણા પડખા તરફથી જમણે ખભે નાખી આગળ વચ્ચે જતો હતો.
થોડી વારમાં સન-લૉસને અપવું ભાન આવ્યું અને તેણે ધીમે અવાજે પાણી માગ્યું. જેસને ચોતરફ નજર કરી જોઈ, પણ ક્યાંય પાણીને જરાય અણસાર તેને મળ્યો નહિ; એટલે તેણે કશો જવાબ આપ્યા વિના ગુપચુપ આગળ વધવા માંડયું.
પાણી, પાણી” સન-લૉકસ ફરી ગણગણ્યો. તે વખતે દૂર પર્વતના ગળામાં વીંટળાતી મોતીની સેર જેવી નદીની એક રેખા જેસનની નજરે પડી.
પાણી, પાણી, પાણી ” સન-લૉકસ કરગરતો હોય તેમ માગણી કરવા લાગ્યો.
હા, હા, એક મિનિટની જ વાર છે; પેલું પાણી દેખાય !” જૈસને આશ્વાસન આપ્યું; અને નદી તરફ તેણે વેગે ડગલાં ભરવા માંડ્યાં.
પણ જ્યારે તે એની નજીક પહોંચ્યો, ત્યારે હતાશાભરી એક ચીસ પાડીને ઊભો રહ્યો – એ નદીનું પાણી ઊકળતું હતું અને એમાંથી ધૂણી ભરેલી વરાળ નીકળતી હતી.
ભલા ભગવાન, આ ધરતી કેવી શાપિત છે?” જૅસન બૂમ પાડી ઊઠ્યો.
તે જ વખતે સન-લૉકસે એક ધીમી ચીસ પાડી. તેનું માથું અત્યાર સુધી અધ્ધર રહ્યું હતું તે હવે જેસનના ખભા ઉપર ઝુકી પડયું – તે ફરીથી બેભાન થઈ ગયો હતો.
જેસન હવે કોઈ હિય પશુ શિકારની શોધમાં પર્વત ખૂંદતું હોય એમ આગળ ચાલવા લાગ્યો. થોડી વારમાં દૂર ભૂરા પાણીથી ભરેલું એક સરોવર તેની નજરે પડ્યું. ત્યાં ઠંડું બરફ જેવું પીવાનું