________________
જ સૌ માટેની ઘાટી જ્યારે હવા સાફ થઈ, ત્યારે જૈસન તે સાજે સમ ઊભો હતું, પણ માઇકેલ સન-લોકસ તેને પડખે બંધાયેલો ઝૂકી પડ્યો હતો – પેલી જવાળાથી તેની આંખો આંધળી થઈ ગઈ હતી અને કાં તો તે બેભાન બની ગયો હતો કે એક જ ખતમ થઈ ગયો હતો.
એ જોતાં અને સમજતાં વેંત જેસનને શું થયું તે કોણ જાણે. તેનું પહેલાંનું રાક્ષસી બળ તેનામાં જણે પાછું આવ્યું. તેણે લીલા વેલા જ બાંધ્યા હોય તેમ દોરડાંના બંધ તડાતડ તોડી નાખ્યા. પછી સન-લોકસને તેણે એક બાળકને ઊંચકતા હોય તેમ ખભે ઊંચકી લીધો, અને પેલા કારમાં ખાડામાંથી તે હુંકાર કરતો બહાર ધસી આવ્યો. તેની આંખો સળગતી હતી અને તેનો અવાજ હિંસ પશુના ઘુરકાટ જેવો બની ગયો હતો.
પેલા ગાર્ડે પોતાની બંદૂકો પડતી મૂકીને બનેલાં ઘેટાંની જેમ ત્યાંથી ભાગી છૂટયા.
સૌ માટેની ઘાટી”
હજુ વહેલી સવાર જ થઈ હતી; અને ચારે તરફ ભૂખરું ધુમ્મસ છવાઈ રહ્યું હતું. પણ વાદળો પાછળથી ઉત્તર-પૂર્વના પર્વતની ટોચ ઉપર નીકળતો અને કદી ન આથમતે સૂર્ય ઝાંખો ઝાંખો દેખાતો હતો. - જેસને તે તરફ જ વેગે ડગલાં ભરવા માંડ્યાં. તેની જમણી ઘૂંટી અને જમણા કાંડા ઉપરથી તૂટેલી સાંકળની કડીઓ લટકતી હતી; અને તે પ્રમાણે સન-લૉકસની ડાબી ઘૂંટી અને ડાબા કાંડા ઉપરથી દોરડાંના છેડા ઘસડાતા હતા.