________________
૩૧૦
આત્મ-બલિદાન જૈસને જંગલી જાનવર જેવું ઘુરકિયું કર્યું અને પાછા સનલૉકસને સાથે ઘસડતો આગ ઉપરના પેલા પડ ઉપર જઈ પહોંચ્યો. પણ તે એ જગાએ પહોંચ્યો નહિ હોય એટલામાં ઉપરના પડનો એક થર અંદર તૂટી પડયો, અને પગ ટેકવવા માટે ત્રણેક હાથ જેટલી જ જગા બાકી રહી.
જૈસને ત્યાંથી જ બૂમ પાડીને કહ્યું, “અમને પાછા બહાર આવવા દો, આ બધું તો અંદર ધસી પડતું જાય છે.”
પણ પેલા ગાર્ડો વધુ જોરથી તડૂક્યા, “જલદી ખદવા માંડ. ”
“પણ જો અમારે આ સળગતી આગ ઉપરનું પડ તોડવાનું જ હોય, તો પછી આ દોરડાં તો છોડી નાખો, જેથી જરૂર પડે તો જલદી બહાર નીકળી શકાય. બે જણને આમ સાથે બાંધી આની ઉપર ઊભા રાખવા, એ તો તેમને આગમાં ધકેલવા જેવું છે.”
“લવારી બંધ કર, કામ કરવા માંડ.”
“એટલે કે, અમને જીવતા સળગાવી મૂકવાનું જ તમે લોકોએ વિચાર્યું છે, એમ?” અને આટલું બોલતાંમાં તે જેસનની આંખમાંથી જ આગના તણખા ઝરવા લાગ્યા.
પણ પેલાઓ ઉપર તો એની કશી જ અસર ન થઈ. એટલે જૈસને છેવટની ધમકી ઉચ્ચારી, “તો જુઓ, સાંભળી લો – હું તે શરીરે સશક્ત છું એટલે ગમે તેમ કરી જીવતે બચી નીકળીશ; પણ. મારો આ નબળો સાથી આમેય માંડ ઊભું રહી શકે છે. તેને જો કંઈ થયું, અને એ જોવા હું જીવતો રહ્યો, તો જાણી રાખો કે, તમારા તે ટુકડે ટુકડા કરી નાખ્યા વિના નહિ રહું.”
આમ કહેતાંકને તેણે કોદાળો જોરથી એ પાતળા પડ ઉપર ઝીંક્યો. તેની સાથે જ અંદરથી ભૂરા રંગની જવાળા અને ધુમાડાનો મેટો ગોટો નીકળ્યો. તરત જ એ વર્તુળમાંથી મરણ પામતા માણસની એક તીણી ચીસ સંભળાઈ, અને પછી ગંભીર ચુપકીદી છવાઈ રહી.