________________
૨૭૮
આત્મબલિદાન તે જેસન હતો. તેના ગળામાં લોખંડનું કડું નાખેલું હતું અને તે કડામાંથી એક અર્ધવર્તુળાકાર લોખંડનું વાંકિયું માથા ઉપર થઈને કપાળ ઉપર આવતું હતું. તેને છેડે એક દાંટડી લટકાવેલી હતી, જે તે ચાલતો ત્યારે રણકતી. જેસનની બધી જુવાની અને મસ્તી ઊતરી ગઈ હતી અને તે ઘરડા જેવા સુસ્ત અને ઢીલો થઈ ગયો હતો.
તેનો દેખાવ ખૂબ બદલાઈ ગયો હોવા છતાં આદમે તેને ઓળખી કાઢયો અને તરત તેનું નામ દઈને તેણે બૂમ પાડી. પણ જૈસન અચાનક આંધળો અને બહેરો થઈ ગયો હોય તેમ તેણે કશું જોયું કે સાંભળ્યું નહિ. તે આગળ ચાલતો જ રહ્યો.
“જૈસન! જેસન !" આદમે ફરી બૂમ પાડી અને તરત ટટું ઉપરથી નીચે કૂદી પડી તે એની તરફ દોડ્યો. પણ ગાર્ડ-સંરક્ષકોએ તરત જ તેને વચ્ચે જ રોકી દીધો. જેસન તો આંખ ઊંચી કર્યા વિના કે કશી નિશાની કર્યા વિના આગળ ચાલવા લાગ્યો.
આદમ નવાઈ પામી, પોતાની ટુકડી સાથે આગળ વધવા જતો હતો, તેવામાં જ સામેથી પચાસેક ડેનિશ ઘોડેસવારોની ટુકડી આવતી તેની નજરે પડી. એ લોકો ઘાટી પાર કરીને આ તરફ આવી રહે ત્યાં સુધી આગળ વધવું અશકય હોવાથી આદમ વગેરે ત્યાં જ થોભી ગયા.
ડેનિશ સૈનિકોએ તરત જ બેમાંથી એક બરાક પાસે જઈ આઇસલૅન્ડના ઑફિસરોને નિશાનીઓ વગેરેથી સમજણ પાડી દીધી કે, તેઓ હવે આ સંસ્થાનનો કબજો લેવા આવ્યા છે.
આદમ આ બધાનો કશો અર્થ સમજી શકે તે પહેલાં તો પેલો જેક ઉતાવળે તેની પાસે આવ્યો અને કહેવા લાગ્યો, “ભલા ભગવાન ! આ જુઓ તો ખરા, કોણ છે?”