________________
બુદા માદામ કૅરબ્રધરની દાસ્તાં ૨૭૭ પણ તેઓને જમીનમાર્ગે રેકજાવિક જવાની થિંગ્લેલિર તરફની ઘાટી હાથ ન લાગતાં, તેઓ દરિયા-કિનારાને રસ્તે જ વળ્યા અને સ્મોકી પૉઇંટ તરફ આગળ વધવા લાગ્યા.
આમ આગળ વધતાં વધતાં તેઓ કિશુવિક નામના સ્થળે આવી પહોંચ્યા. આ બધો જવાળામુખીનો પ્રદેશ હોઈ, આસપાસના ઠંડા અને જડ પ્રદેશને હિસાબે અહીં ઊકળતા લાવારસના ધમાકા, તથા જોરથી ઊડતા ગરમ પાણીના ફુવારાઓની રમઝટ જામેલી હતી.
આખો દેખાવ સડવા લાગેલા, ખરી પડવા લાગેલા, લોહી-પરૂ નીંગળતા માનવ શરીરનો હતો. જાણે ધરતીના ચહેરા ઉપર રકતપિત્તનું ઘારું ! આ જાણે ભગવાનની સરજેલી ધરતી જ ન હોય, પરંતુ સેતાને ઊભી કરેલી નરકની ઊકળતી ખાડ હોય !
આદમે આ કારમો પ્રદેશ જોતાં જ માની લીધું કે, તેમની પહેલાં કોઈ માનવનું પગલું અહીં પડવું નહીં હોય. પણ આગળ વધતાં થોડી વારમાં તેની નજરે એક જગાએ બરાકો જેવાં લાકડાનાં મોટાં બે મકાનો નજરે પડ્યાં. ત્યાં કેટલાક લોકો કામે લાગેલા હતા. ત્રીજું એવું જ મકાન હજુ નવું બંધાતું હતું. તેણે પાસે જઈ, થઈ શકે તેટલી પૂછપરછ કરીને જાણી લીધું કે, આ ઊકળતા ખાડા બીજું કાંઈ નહિ પણ ગંધકની ખાણ હતી; નવા ગવર્નર – આઇસલૅન્ડના પ્રેસિડન્ટ સજા પામેલા લોકોને અહીં રાખવાનું ગોઠવીને રાજ્યને આવકનું સાધન ઊભું કર્યું હતું; પેલાં બે મકાનો કેદીઓ માટેની બરાકો હતી; અને ત્રીજું જે હજુ નવું બંધાતું હતું, તે હૉસ્પિટલનું મકાન હતું.
આવા દોજખમાં માણસને રાખી તેમની પાસે કામ કેવી રીતે લેવાય છે, એ વસ્તુસ્થિતિ જોવા-સમજવા આદમ પોતાના ઘોડા ઉપર થોડું થોભો. તેવામાં પાસે થઈને ચાર કેદીઓની ટુકડી ચાર ગાર્ડસંરક્ષકો સાથે જવા લાગી. પણ આ શું? પેલા ચાર કેદીઓમાં એક
૧. માઇકેલ સન-લૉકસે.