________________
૩૦૨
આત્મબલિદાન
પાડવા – દિવસે કામ કરતી વખતે જ તેમને ભેગા બાંધવા. પણ જસન માઇકેલ સન-લૉક્સનો મતિયા છે, અને તેને ભગાડી મૂકવાની કોશિશમાં છે એવો ખ્યાલ તેને ઊભો થયો હોવાથી, એ બે જણ મુદ્દલ અરસપરસ વાતેા ન કરે એવી તાકીદ ગાર્ડેને તેણે આપી રાખી. ઉપરાંત એ બે જણાને કામ કરતી વેળા પણ બીજા કેદીઓથી અલગ જ રાખવા તથા સૂતી વેળા પણ તેઓ બીજા કેદીઓ જોડે હળે-મળે નહિ એવું જોતા રહેવાનું તેણે સૂચવ્યું. અને એટલા માટે બે ગાર્ડો એ બે જણ ઉપર જ રાત-દિવસ ચોકી રાખવા અલગ ગોઠવ્યા.
છતાં આ બે જણ નજીક જ રહેવાના હાઈ, ઘેાડાઘણા આશ્વાસનના શબ્દો એકબીજાને ન સંભળાવી શકે એમ તેા બને જ નહિ. તેથી તેમના જીવનની સહ-બંધનની પહેલી જ રાતે તેઓ હળવે અવાજે વાત કરવા લાગ્યા
66
માઇકેલ સન-લૉક્સે પૂછયું, “મેં તમને એમ તમારા માં ઉપરથી મને લાગ્યા કરે છે, મળ્યા હોઈશું વારુ?"
પણ પથારીઓ વાળતી વખતે માઇકેલ સન-લૉક્સે ઉચ્ચારેલા ધૃણાભર્યા શબ્દો જૅસનને યાદ હતા એટલે તેણે એ પ્રસંગની યાદ તેને ન આપી.
66
-
માઇકેલ સન-લૉક્સે આગળ પૂછ્યું, “તમારું નામ શું છે?!' “મારું નામ ન પૂછશેા.
99
કેમ ?”
66
66
66
પહેલાં કયાંક જોયા હોય આપણે પહેલાં કયાં
""
તમને એ નામ યાદ રહી જશે, '
તેથી શું?”
મારા નામ સાથે મારી કરણી તમને યાદ રહી જાય ને ?”
“તા શું તમે એવા કોઈ ગંભીર ગુના માટે સજા પામ્યા છો?” “ હા, બીજાઓને કદાચ એવું લાગે ખરું.”