________________
૩૨
આત્મ-બલિદાન ત્યાંથી હતાશ થઈ તે પેલા ફાર્મ આગળ પહોંચ્યો. ત્યારે તેણે જોયું કે, મકાન ખંડેર થઈ ગયું હતું, અને ખેડૂત એને છોડીને ચાલ્યો ગયો હતો.
છતાં ડાં કળણો, કે મોટાં મોટાં ગચિયાંના ટેકરાઓ – એ બધું ઓળંગતો અને વટાવતો જેસન આગળ વધવા લાગ્યો.
પણ તે પોતે જ હવે ખૂબ થાકી ગયો હતો અને તેને ખૂબ તસ્સ લાગી હતી. ભૂખની તો વાત જ કરવાની ન હતી. જ્યારે તરસની કારમી પીડા તેને થઈ આવતી ત્યારે તેને યાદ આવતું કે, માણસ તેવે વખતે ગાંડો બની જાય છે અને આગળ વધવાને બદલે એ જ જગાની આસપાસ કુંડાળામાં જ ફર્યા કરે છે. તે પોતે એમ તો કરતો નથી એ જોવા તે વારંવાર સાશંક બનીને ભતો.
આ આખો સમય સન-લૉકસ મડદાની પેઠે બેભાન થઈ તેના ખભા ઉપર પડયો હતો. વચ્ચે બે જ વખત તે કંઈક ભાનમાં આવ્યો હોય તેમ બેલ્યો હતો. પહેલી વાર તે એમ પૂછી બેઠો હતો કે, મેં સ્વપ્ન જોયું હતું કે શું? – મેં જોયું કે, મને મારો ભાઈ જડ્યો !” “તમારો ભાઈ?”
હા, હા, મારો ભાઈ! કારણ કે, મારે એક ભાઈ છે જ – જોકે મેં તેને નજરે જોયો નથી, તથા અમે સાથે ઊછર્યા-ખેલ્યા પણ નથી. હું મોટો થયો ત્યાર પછી તેને શોધવા જ ચાલી નીકળ્યો
“ભગવાન ખમ્મા કરે!” જૅસન ગણગણ્યો.
સ્વનામાં જ્યારે મેં તેના તરફ ધારી ધારીને નજર કરી, ત્યારે મને લાગ્યું કે તે તમે જ છો; કારણકે તેનું માં પણ ખાણો ઉપરના મારા સાથી તમારા જેવું જ હતું. મને ઘડીભર તો એમ જ થઈ આવ્યું કે, તમે જ મારા એ ખોવાયેલા ભાઈ છે!”
નહિ તોય હું તમારો ભાઈ જ છું ને! તમે જરા સાંસતા થાએ, અને આરામ કરો.”