________________
"સ માટેની ઘાટી”
૩૨૩ બીજી વખતે સન-લોકસ એમ પૂછી બેઠો હતો, “તમને લાગે છે કે, આર્થીિગના ન્યાયાધીશો આપણી વાત સાંભળશે?”
“તેઓ સાંભળે જ – તેમણે સાંભળવી જ જોઈએ – આપણા દેશનો એ જૂનો કાયદો છે.”
“પણ ગવર્નર-જનરલ એ વખતે હાજર હશે ને? " સન-લૉસે સાશંક થઈને આગળ પૂછયું.
તેથી શું?” “તે બહુ કઠોર માણસ છે; એ કોણ છે એ તમે જાણે છે?”
“ના,” જૈસને કહ્યું; પણ પછી તરત ઉમેર્યું; “થોભો ! મને યાદ આવ્યું એ કોણ છે તે. તે પણ આથિગની બેઠક વખતે હાજર હશે ખરો?” જૈસનના મનમાં ગવર્નર-જનરલ સન-લોસ હ; માઇકેલ સન-લૉસના મનમાં હતો તે જૉર્ગન જૉર્ગન્સન નહિ.
“હા.” “તો તો ઘણું સારું!” જેસન રાજી થતો બોલી ઊઠ્યો.
કેમ?” સન-લૉસે પૂછયું. “કારણ કે, હું તેને ધિક્કારું છું, મને તેના ઉપર ખૂબ નફરત
“તો તમને પણ એણે કંઈ અન્યાય કર્યો છે?”
હા, હા, અને હું પાંચ વર્ષથી એનો બદલો લેવા ટાંપી રહ્યો છું.”
તમે હજુ એને કદી ભેગા જ થયા નથી?”
“કદી નહિ! પણ હવે હું તેને જોવા પામીશ; અને જો તે હજ પણ મારી સાથે ન્યાયથી વર્તવાની ના પાડશે, તો હું –
“તો શું?”
કંઈ નહિ.” કહીને જેસને આગળ વાત બંધ કરી.
પણ સન-લૉકસ સમજી ગયો કે તે શું કરવા ધારે છે. તેથી તરત બોલી ઊઠહો, “ભગવાન કરે ને એવું ન બને.”