________________
૩૨૪
આત્મ-બલિદાન - આ બધી વાતો, ખભા ઉપર સન-લૉસને ઉપાડીને સન. ચાલતો હતો તે દરમ્યાન જ થઈ હતી – વચ્ચે વચ્ચે સન-લોકસ ભાનમાં આવી જતો ત્યારે.
અર્ધા કલાક બાદ જેસન સન-લૉકસને ખભે ઉપાડીને “સી માટેની ઘાટી' નામની પર્વતો વચ્ચેની એક મોટી ચિરાડમાં થઈને શિંગ્વલિરની ખીણમાં દાખલ થયો. તે વખતે બીજા દિવસનો પ્રાત:કાળ થયો હતો.
દૂરથી એક ઘેરો અવાજ સંભળાતો હતો. તે ઘણા માણસો ભેગા થયા હોય અને વાતો કરતા હોય એનો હતો.
જેસનનું હૃદય આનંદથી છિળવા લાગ્યું.
કાનૂન-પર્વત
આગળ વધતા પહેલાં આપણે થોડું પાછળ ડોકિયું કરી લઈએ.
ગ્રીબાને વ્યભિચારિણી – કુલટા માનીને, તથા કોઈ કેદીને ભગાડવાના ઇરાદાથી કેદીઓના સંસ્થાનની હૉસ્પિટલમાં આવીને રહેલી ગણીને, હૉસ્પિટલમાંથી તેમજ ખાણ-વિસ્તારમાંથી હાંકી કાઢવામાં આવી હતી.
પણ સ્ત્રીને સ્નેહ જ્યારે ક્રિયાશીલ બને છે, ત્યારે તેની બુદ્ધિ પુરુષની ચતુરાઈને પણ આંટી જાય છે. એટલે ગ્રીબા ગમે તેમ કરીને ક્રિશુવિકમાં જ રહી. તેના ભાઈએ પોતાના જુદા જ હેતુસર જે પૈસા તેને આપી ગયા હતા, તે પૈસાને કારણે તેને પોતાની ભૌતિક જરૂરિયાતોની ટાંચ પડે તેમ રહ્યું ન હતું. અને તેને જન્મેલો પુત્ર -