________________
ભગ્ન હૃદય!
૩૯૭ “પણ બાવાજી, તમારે એ બનવા દેવું જ પડશે – કારણ કે, એમ કર્યા વિના તમારો છૂટકો જ નથી. પણ સાંભળો – આ કાગળ છે, તે સન-લૉકસ માટે છે. શેટલેન્ડઝ જતું જે પહેલું જહાજ મળે, તેની મારફતે તે એને પહોંચાડાવજો – “થૉરા જહાજ, શેટલેંઝ’ એટલું સરનામું બસ છે. પણ બુદ્રાજી, તમારો થોડે વધુ દારૂ મને આપી દો જોઉં – મારે હવે જરા ઊંઘી જવું છે – લાંબી ઊંઘ મારે કાઢવાની છે – બહુ લાંબી ઊંઘ !”
“ભગવાન તારું ભલું કરે, બેટા, ભગવાન તારા ઉપર પોતાના સર્વ આશીર્વાદ વરસાવે !”
ભલે, ભલે, તમે મારે માટે ભગવાનને પ્રાર્થના કર્યા કરો; હું તો એ ભગવાનને પ્રાર્થના નથી કરવાને. તેણે આ દુનિયા મારા જેવા માટે બનાવી જ નથી – આ દુનિયામાં મારા જેવા માટે તેણે કશું જ રાખ્યું નથી. હું અહીં સન-લોકક્સના બદલામાં હોઈશ જ એની ખાતરી રાખજો – તમને કશી આંચ નહિ આવવા દઉં, સમજ્યા?”
કમરામાં જઈ, જૈસને મોટેથી થોડાં પ્રેમગીતો ગાવા માંડયાં - પણ થોડી વાર પછી તેના હૃદયની કાળી અંધાર ખિન્નતા તેના અંતરમાં ફરી પાછી વ્યાપી ગઈ – અને તે ડૂસકે ડૂસકે રડવા લાગ્યો.
તેનું હૃદય ભાગી પડયું હતું.