________________
૨૬૦
આત્મબલિદાન હોઈ, મને લાગ્યું કે નવું રાજતંત્ર ખડું કરવામાં અને સ્થિર કરવામાં પણ મારે મારો ફાળો આપવો જોઈએ. મને એમ લાગતું હતું કે આંતરિક ખટપટો અને લડાઈ-ઝઘડાને કારણે દેશ અંધાધૂંધી અને અરાજકતા તરફ ઢળી ન જવો જોઈએ – જેથી કરીને પરદેશી દુશમનને દેશમાં પાછા આવવાનું ખુલ્લું બારણું મળી જાય.
“હું અલબત્ત એમ નથી કહેવા માગો કે, કશી વૈયકિતક એવી મહત્ત્વાકાંક્ષાઓ હું સેવતો ન હતો; કે મારે કંઈ અંગત પ્રયોજનો સાધવાનાં નહોતાં. પરંતુ તમે સૌ સાક્ષી છો કે, તમારા વિશ્વાસે જે માર્ગ મારે માટે ખુલ્લો કર્યો, અને જે જવાબદારી મને સોંપી, તે બજાવવા જતાં જુસ્સામાં આવી જઈને મારાથી ભૂલ થઈ બેઠી હશે, પણ મારી ફરજ હરહંમેશ એક પ્રમાણિક માણસ તરીકે જ બજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે.”
ચોતરફથી એના એ કથનનું સંમતિદર્શક ગણગણાટથી સમર્થન થયું. માઇકેલ સન-લોકસે થોડુંક થોભીને આગળ બોલવા માંડયું –
પરંતુ, સદ્દગૃહસ્થ, મને હવે માલૂમ પડ્યું છે કે, આ રાજતંત્રનો બેજો ઉઠાવવાનું મારા જેવાને તમે સોંપે એ ઉચિત નથી. હું એ નિર્ણય ઉપર શાથી આવ્યો છે, તેનાં કારણે જેટલે અંશે બીજાઓને લાગેવળગે છે, તેટલે અંશે મારે જાહેર ન કરવાં જોઈએ. પણ મને પોતાને લાગેવળગે છે ત્યાં સુધી હું તમને કહ્યું કે, મેં કેટલીક મોટી ભૂલો કરી છે, અને હું મારી જાત ઉપરનો વિશ્વાસ ગુમાવી બેઠો છું. આમ હું મારી પોતાની જ અંગત બાબતોને ગંભીર ભૂલો કર્યા વિના પાર પાડી શકતો ન હોઉં, તો મારે આખા રાષ્ટ્રના જાહેર વહીવટ જેવી મોટી જવાબદારી માથે રાખવી ન જોઈએ. મને ખાતરી થઈ ગઈ છે કે, હું આ મોટા હોદ્દા માટે નાલાયક છું; એટલે સુધી કે, હું હવે એમ માનતે થયો છું કે તમારામાંને ગમે તે બીજે કોઈ એ હોદા માટે વધુ લાયક હશે.”