________________
માઇકેલ સનબ્લૉર્ડ્સનું પતન
૨૫૯
પેલા ચાવી લેનાર અંગ્રેજ બીજો કોઈ નહિ પણ થર્ટન ફૅરબ્રધર હતા.
સેનેટના સભ્યો હવે બબ્બે-ત્રણત્રણના જૂથમાં આવવા લાગ્યાં, અને મકાનમાં દાખલ થઈ પાતપાતાની બેઠકે ગેાઠવાઈ ગયા.
સેનેટમાં બે પક્ષ હતા – એક તે ચર્ચા-પાર્ટી, જે નવા બંધારણના પાયામાં ધર્મને સ્થાપવા માગતી હતી; અને બીજો ‘ સમાનતાવાદી ’ પક્ષ, જે પાદરી અને ગૃહસ્થી એવા ભેદ રાજકાજમાંથી ટાળવા માગતા હતા. ચર્ચ-પાર્ટીના આગેવાન બિશપ જૉન હતો, જે ઉપલી સભા -- ‘કાઉંસિલ’નો સભ્ય હતા; ત્યારે સમાનતાવાદીઓનો નેતા જૅસનનો કેસ ચલાવનાર અદાલતી-વકીલ હતા.
ઘેાડી વારમાં સ્પીકર અને પ્રેસિડન્ટ પણ આવી ગયા. લોકોએ જોયું કે, માઇકેલ સન-લૉક્સ એક દિવસમાં જાણે ઘરડા જેવા બની ગયા હતો.
સ્પીકરે બેઠક સંભાળી, એટલે માઇકેલ સન-લૉક્સે સૌની નીરવ ચુપકીદી વચ્ચે બાલવાનું શરૂ કર્યું —
“અધ્યક્ષ સાહેબ, અને સદ્ગૃહસ્થા,
“આજે તમને મેં એક અગત્યનો સંદેશ સંભળાવવા માટે તસ્દી આપીને ખાસ બાલાવ્યા છે. છ મહિના અગાઉ જ. અત્યારની આલ્ડિંગની કાઉંસિલે ઠરાવ્યું હતું કે, આઇસલૅન્ડમાં લેાકશાહી ગણતંત્ર સ્થાપવામાં આવે, જેના વહીવટ લાકાના પ્રતિનિધિએ જ વડી સત્તા તરીકે ચલાવે. ત્યારે તમે સૌએ મને એ લેાકતંત્રના પ્રથમ પ્રમુખ ચૂંટીને મારું બહુમાન કર્યું હતું. હું બરાબર જાણતો-સમજતો હતો કે, તમા સૌમાં હું જુવાન હાઈ, ઓછામાં ઓછા અનુભવી તથા જન્મસંબંધે પરદેશી -- અંગ્રેજ ગણાĞ; એટલે પ્રેસિડન્ટ તરીકે આ દેશના વહીવટન ભાર સંભાળવા આગળ આવવું એ મારે માટે ધૃષ્ટતા જ ગણાય. છતાં જૂની રાજસત્તા તોડી પાડવામાં મેં આગળ પડતા ભાગ લીધા