________________
૨૫૮
આત્મબલિદાન રાતે જ્યારે બધાં પીપ જહાજમાંથી સેનેટ હાઉસ નીચેના ભોંયરામાં ખસેડાતાં હતાં, ત્યારે થર્સ્ટન ત્યાં હાજર હતો. જેલખાનાનો પહેરેગીર ક્યાંય દેખાતો ન હતો, અને ગામલોક પણ રાતે જંપી ગયું હતું.
મોડી રાતે ઉતારે પાછા જઈને થર્ટને ભાઈઓને જણાવ્યું કે, મેં તો બીજું કશું ન મળે, તો એ હરામજાદાને બરબાદ કરવાનો જ ખ્યાલ રાખ્યો હતો, પણ આમાં તો આપણને ખૂબ ઇનામ આપવાનું વચન પણ મળ્યું છે.”
'પછી છયે સજજનો નિરાંતે પોઢી ગયા.
થર્સ્ટન બીજે દિવસે જાગ્યો ત્યાર પહેલાં તો રેકજાવિક શહેરમાં હલચલ મચી રહી હતી : સૌને ખબર પડી ગઈ હતી કે, આથિગની તાકીદની બેઠક એ રાતે બોલાવવામાં આવી હતી, પણ શા કામ અંગે, તે વિષે કશી નિશ્ચિત માહિતી કોઈને ન હતી. લોકો ટોળે વળી જ્યાંત્યાં જુદી જુદી કલ્પનાઓના ઘોડા દોડાવવા લાગ્યા હતા. એક બાબતમાં સૌ એકમત હતા – અને લગભગ સાચા હતા – કે, આ બેઠક બોલાવવા પાછળ પ્રેસિડન્ટનો પિતાનો જ હાથ છે, એટલે એના તરફથી જ કંઈ ધડાકો થાય તો થાય. - રાત પડવા લાગી તેમ તેમ આથિગના મકાનની શેરીઓ લોકોના ટોળાંથી ઊભરાવા લાગી. મકાનનું બાજુનું બારણું પહેરેગીરે ઉઘાડતાં જ જાહેર જનતા માટેની જગા ઠસોઠસ ભરાઈ ગઈ. જરા પણ જગા ન રહી, એટલે પહેરેગીરે એ બારણું બંધ કરી તાળું મારી દીધું; અને એ ચાવી શહેરમાં થોડો વખત થયાં આવેલા પેલા છે અંગ્રેજ અજાણ્યાઓમાંના એકના હાથમાં સેરવી દીધી. એ કેટલાક બાજુએ ઊભેલાઓએ જોયું, પણ તે વખતે કોઈને કશો ખ્યાલ આવ્યો નહીં. બહુ પછીથી જ્યારે સૌ એ દિવસોમાં બનેલા બનાવોનો તાળો મેળવતા હતા, ત્યારે એ વાત તેઓને સમજાઈ હતી.