________________
સૌ માટેના ઘાટી”
૩૧૫ જણાવવું કે પોતે જુલમથી ત્રાસીને એક બેભાન કેદીને લઈને નાસી છૂટેલો માણસ છે.
પણ તે બૂમ પાડીને એ લોકોનું ધ્યાન ખેંચવા જાય, એટલામાં તેને બીજો એક વિચાર ફુરી આવ્યો અને તે ચૂપ થઈ ગયો.
‘તેની પાસે થઈને ગયેલા લોકો, આઇસલૅન્ડની કાયદા ઘડનાર પરંપરાગત સંસ્થા આથિગના સભ્યો હતા.” “તેઓ આઇસલેન્ડના જૂના ન્યાયાસન સમા કાનૂન-પર્વતે જતા હતા. જેસનના મનમાં એક પછી એક શૃંખલાબદ્ધ વિચારો આવવા લાગ્યા –
આ લોકો કાનૂન-પર્વતે શા માટે જતા હતા? – આર્થિગની બેઠક ભરવા. આથિગ એટલે આઇસલેન્ડની સર્વોપરી કાનુની સત્તા – ધારાઓ અને કાનૂનો ઘડનાર સુપ્રિમ કોર્ટ – સર્વોપરી અદાલત !'
તરત જ તેને આઇસલૅન્ડનો એક જૂનો કાયદો યાદ આવ્યો – કોઈ પણ સજા પામેલો માણસ આલિથગની સભાની વો જઈ, પિતાને થયેલી સજાના અન્યાયીપણા વિષે ધા નાખી શકે. તે વખતે જો આલ્લિગના ન્યાયાધીશે તેને બહાર જવા રસ્તો કરી આપે, તો તે નિર્દોષ છૂટી ગયો મનાય.
તરત જ જેસન ખડો થઈ ગયો. શિંગ્લેલિર ત્યાંથી ૩૫ કપરા માઈલ દૂર હતું; પણ તેથી શું? નિર્દોષ ઠરી બચી જવાની આશા તેના થાકેલા શરીરમાં અને હતાશ થયેલા મનમાં પ્રગટી હતી. તેના પગમાં કોણ જાણે કેટલું બધું જોર આવી ગયું! તેણે તરત જ પિતાના સાથીને ઊંચકીને આ@િગની સભા વચ્ચે જઈ પહોંચવાનો અને બંને માટે રાવ ખાવાનો નિરધાર કર્યો. તેને ખાતરી હતી કે, આલ્થિગના ન્યાયાધીશે તેમને બંનેને નિર્દોષ ઠરાવી બહાર નીકળી જવા રસ્તો કરી આપશે અને તેઓ બંને મુક્ત માણસ બનશે.
અને બનવાકાળ તે સન સન-લોકસને ઉપાડી થોડો જ આગળ વધ્યો હશે ને તરત એક ઝરણાનો ખળખળ અવાજ તેને કાને પડયો.