________________
૩૧૪
આત્મ-બલિદાન છેવટે એક બાજુ તેને હરિયાળી જેવું કંઈક દેખાતાં, ત્યાં અવશ્ય પાણી હશે એમ માની તે ઉતાવળે પગલે તે તરફ વળ્યો. પણ ત્યાં ગયા બાદ લીલથી છવાયેલાં લાવાનાં ગચિયાં સિવાય તેને બીજું કંઈ મળ્યું નહિ ! સૂર્યનો તડકો તેને પણ હવે તાવી રહ્યો હતો. એટલે આ જગાએ આવી, નિરાશ થઈ, સન-લૉકસને જમીન ઉપર સુવાડી, તે પોતે પણ થાકીને બેસી પડ્યો.
તે વખતે તેને વિચાર આવ્યો કે, આમ પાણી વિના તરસથી માર્યા જવું એના કરતાં બંને જણા ખાણામાં જ રહ્યા હોત તો સારું નહિ? વળી જેને ઊંચકીને તે ફરતો હતો તે પણ જીવતો રહેશે એ ભરોસો હવે તેને રહ્યો જ નહોતો. તેનું દિલ એ વિચાર આવતાં જ બેસી પડવા લાગ્યું અને તેને ખાણ તરફ પાછા ફરવાનો જ વિચાર આવવા લાગ્યો.
તે જ ઘડીએ આસપાસની ખડકાળ ભૂમિ ઉપરથી આવતો ઘોડાની ખરીઓનો અવાજ તેને સંભળાયો. એ બધા જરૂર તે બંનેની પાછળ પડેલા ગાર્ડો જ હશે એમ માનવા છતાં, તે ત્યાંથી જરાય હાલ્યો નહિ; તથા આગળ ભાગવા કે ક્યાંક આડની પાછળ છુપાઈ જવાનો પ્રયત્ન પણ તેણે કર્યો નહિ.
એ માણસો મોટેથી વાતો કરતા કરતા, પાસે થઈને પસાર થયા. પણ તેમણે આ લોકોની ખેાળ પણ કરી નહિ કે તેઓ પાસે જ પડેલા હોવા છતાં તેમને જોયા પણ નહિ. તેઓ કંઈ બીજી જ ધૂનમાં વાતો કરતા કરતા આગળ કૂચ કરી ગયા.
પણ તેમની વાતોના પિતાને કાને પડેલા શબ્દો ઉપરથી જેસન સમજી ગયો કે, એ લોકો કેદીઓના સંસ્થાનના ગાર્ડો નથી; પણ ર્થિવેલિર મુકામે મળનારી આથિગની બેઠકમાં જવા નીકળેલા સભ્યો છે. જેસનને તરત જ વિચાર આવ્યો કે, એ લોકોને શરણે જવું અને