________________
૧૬
આત્મ-બલિદાન જેસન હવે બમણા જોરથી તે તરફ ધસી ગયો. ત્યાં જઈ તેણે બે ખોબે પાણી ભરી લાવીને સન-લૉસના મોં ઉપર છાંટવા માંડ્યું, તથા તેના ભીડાઈ ગયેલા હોઠ પલાળવા માંડયા.
થોડી વારમાં સન-લૉકસના હોઠ ફફડવા માંડયા અને તે ભાનમાં આવવા લાગ્યો. જૈસનના હરખનો પાર ન રહ્યો.
પાથ તે જ વખતે પાછો ઘોડાઓની ખરીઓની જુદી જાતના અવાજ તેને કાને પડ્યો. આ અવાજ તો ચોક્કસ તેમની પાછળ પડેલા ગાના ઘડાઓનો જ હતો. તેઓ બારેક ઘોડેસવારો હતા. તેમની આગળ એક કૂતર જમીન સુંઘતો દોડતો હતો અને પેલાઓ તે કુતરાની પાછળ વેગથી ઘોડાઓ દોડાવતા આવતા હતા. બીજો એક કૂતરો ગાડૅની પાછળ પાછળ આવતો હતો.
ત્રણેક મિનિટમાં તો તેઓ જેસન જ્યાં ઊંચાણમાં બેઠો હતો ત્યાં આવી જ પહોંચ્યા હોત. જૈસને આસપાસ નજર કરવા માંડી. તેની પાછળ તો આકાશને ચુંબતો સીધો ખડક જ હતો - જેમાં પગ ટેકવીને ઊંચે ચડી જવાય તેવો કોઈ ખાડો કે ખાંચે ન હતો; તથા જેની અંદર કે જેની પાછળ છુપાઈ શકાય એવી બખોલ કે ધુંગુંય ન હતું. તેણે બીજી બાજુએ તરફ નજર નાખી; તો આસપાસ નર્યા પથ્થરના કેટલાય ઢગલા હતા.
છતાં જેસન, કોઈ માતા પોતાના બાળકને હિલ્સ પશુના હુમલામાંથી બચાવવા છાતીએ દબાવીને નાસે તેમ, સન-લૉસને ઉપાડી લઈને એ તરફ નાઠો.
અને અચાનક જેસનની નજરે પથ્થરનો એક એવો ઢગલો પડયો, જ્યાં ઊંચેથી શિલાઓ ગબડીને નીચે પડતાં વચ્ચે મોટી બખેલા જેવું થઈ ગયું હતું.
જેસને પહેલાં બેભાન સન-લૉકસના શરીરને એ બખોલમાં ધકેલી દીધું, અને પછી પોતે પેટે સરકતો પાછળ પાછળ દાખલ થઈ ગયો.