SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૭ સો માટેની ઘાટી” ત્યાં પડ્યો પડ્યો તે ગાડૅના વાતચીતના અવાજે સાંભળવા પ્રયત્ન કરવા લાગ્યો. “ના, ના, આપણે ખોટે રસ્તે ચડી ગયા છીએ.” “પણ લીલ ઉપર એનાં પગલાં લેખ્ખાં પડેલાં હતાં !” પણ પગલાં એક માણસનાં હતાં, અને આપણે તો બે કેદીઓની પાછળ પડ્યા છીએ ને?” “પણ એક કેદી બીજાને ઊંચકીને નાઠો હતો, એ કેમ ભૂલી જાઓ છો?” પણ ગમે તેવો રાક્ષસ હોય તેય એક માણસ બીજાને ઊંચકીને આટલા બધા માઈલ સુધી આવા ખડકાળ રસ્તે આવે, એ ન માની શકાય એવી વાત છે.” જેસન આ બધું સાંભળ્યા કરતો હતો. ગાડે થોડી વારમાં ત્યાંથી દૂર ચાલ્યા ગયા. જૈસને હવે નિરાંતનો દમ લૂંટયો. પણ એટલામાં પાસે જ તેણે કશો અવાજ સાંભળ્યો, અને તે ચોંકી ઊઠ્યો. એક કૂતરો જમીન સુંઘતો સૂંઘતો એ તરફ આવતો હતો અને થોડી વારમાં તો તેની બે ચળકતી આંખે જેસન તરફ તાકીને જોઈ રહી. બલના અંધકારમાં જૈસનને જોઈ કૂતરો ઘૂરકવા લાગ્યો. જેસન તેને શાંત પાડવા પ્રયત્ન કરવા લાગ્યો; પણ કૂતરો ઊલટો મોટેથી ભસવા લાગ્યો. તરત જેસને તેનું ગળચું પકડી લીધું અને ખૂબ જોરથી દબાવ્યું. કૂતરો સામું જોર કરી તરફડવા લાગ્યો, પણ જેસનના હાથની ચૂડ તેના ગળાની આસપાસ એટલા જોરથી ભિડાઈ હતી કે કુતરાનું કંઈ ચાલ્યું નહિ. એટલામાં બહારથી સેટીનો અવાજ આવ્યો અને પછી કઈ કૂતરાને નામ દઈને બોલાવવા લાગ્યું – “એરિક! એરિક!” પછી તો સિસોટી ઉપરાછાપરી વાગવા લાગી અને “એરિક', “એરિક' એવો અવાજ પણ આવવા લાગ્યો.
SR No.006004
Book TitleAatmbalidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherVishva Sahitya Academy
Publication Year1998
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy