________________
૩૧૮
આત્મ-અહિદાન કૂતરો એ સાંભળી બમણું જોર કરવા લાગ્યો. પણ સામું જૈસનનું જોર પણ એટલું જ વધવા લાગ્યું, અને એક ક્ષણ બાદ કૂતરો હંમેશને માટે ચૂપ થઈ ગયો.
થોડી વારમાં દરથી બીજી કોઈ બોલાવતું હોય એ અવાજ આવ્યો, “સિગર્ડ, સિગર્ડ, હજુ કેમ પાછળ રહ્યો છે?”
મારો કૂતરો વાયો છે; મેં આ તરફ એના ઘૂરકવાનો અવાજ થોડા વખત ઉપર સાંભળ્યો હતો.”
એટલામાં સન-લૉસ કંઈક ભાનમાં આવી બબડવા લાગ્યો. જેસને જલદી તેના હોઠ ઉપર હાથ દબાવી દીધો; પણ બહારથી એનો બબડાટ પેલા સિગર્ડને કાને પડ્યો હોવો જોઈએ, કારણ કે તેણે એને કૂતરાના ઘૂરકવાનો અવાજ માની ફરી બૂમ પાડી, “એરિક!' એરિક !”
પણ આગળ ગયેલા ગાર્ડોએ ફરીથી બૂમ પાડી, “સિગર્ડ! સિગર્ડ ! ઉતાવળ કર; અજાણી જગાએ બહુ પાછળ રહી જઈશ તો રસ્તો નહિ જડે.”
આ આવ્યો” કહી તરત સિગર્ડ ત્યાંથી જલદી પાછો ફરી ગયો.
માઇકેલ સન-લૉકસ હવે પૂરો ભાનમાં આવી ગયો હતો. તેને અત્યાર સુધી શું થયું હતું તેની યાદદાસ્ત પણ આવી ગઈ. તે સમજી ગયો કે, નવી ખાણનું પડ તોડવા જતાં નીકળેલી આગની લપેટમાં તેની આંખોને કારમી ઈજા થઈ છે, અને તે આખી જિંદગી માટે કદાચ આંધળો અને અપંગ બની ગયો છે.
તરસની વેદના પણ ફરી ઉપડતાં તે કરુણ અવાજે પાણી માગવા લાગ્યો. જેસને તેને સમજ પાડીને કહ્યું કે, આજે પહેલી વાર જે પાણી તેમને રસ્તામાં મળ્યું હતું, તે પાછળ મૂકીને તેમને આગળ ભાગવું પડયું છે, અને તેઓ હવે ત્યાં પાછા જઈ શકે તેમ નથી.