________________
વેરની આગ !
૧૮૭ તેઓએ ભાવપૂર્વક – જોકે ઘણી જ નવાઈ પામીને – તેને આવકાર્યો, અને ઘરમાંનું સીધુંસાદું ખાવાનું તેની સામે પીરસી દઈ, તેને પ્રશ્નો પૂછવા માંડયા –
“તું અત્યાર સુધી ક્યાં હતો, દીકરા?”
ઇંગ્લેન્ડ, સ્કૉટલૅન્ડ, ડેન્માર્ક – એમ ઘણે ઠેકાણે.” જેસને જવાબ આપ્યો.
વાહ, તને તે અહીંના લોકોએ ચાર વર્ષ થયાં કબરમાં વિધિસર દફનાવી જ દીધો છે!” બુઢાએ જરા હસીને કહ્યું.
“અરે તારી કબર ઉપર ફસ ખોડ્યો છે, અને ક્રૂસ ઉપર તારું નામ પણ કોતર્યું છે!” બુદ્દીએ ઉમેર્યું.
“કોણે વળી મારી એટલી બધી કાળજી લીધી?” જેસને પૂછયું.
જૉર્ગન જૉર્ગન્સને વળી. તારા માની કબર પાસે જ તને દટાવી તેની ઉપર એ ક્રૂસ તેણે ઊભે કરાવ્યો છે. તારી મા મરી ગયા પછી જૉર્ગનને સાચે જ બહુ ભારે પસ્તાવો થયો હતે.” બુટ્ટીએ જવાબ વાળ્યો.
પણ પોતે કરેલા અપકૃત્યથી બધું બરબાદ થઈ જાય, ત્યાર પછી પસ્તાવો શા કામને?” બુઢ્ઢાએ કહ્યું.
“ભગવાન એને પસ્તાવો ગણે જ નહિ ને! અને જુઓને તેની શી વલે થઈ તે!” બુદ્વીએ જવાબ આપ્યો.
હું? તેને વળી શું થયું?” જેસને પૂછયું.
“તેને આઇસલૅન્ડ છોડવું જ પડવું, વળી; તને ખબર નથી, બેટા?” બુઠ્ઠીએ કહ્યું.
કેમ? તે મરી ગયો?”
ના, ના, એનાથીય બદતર – તેને અપમાનિત થઈ આઈસલૅન્ડ છોડવું પડયું.”