________________
માઈકેલ સન-લૌક્સનો ઉદય
૫ત્રમાં માઈકલ સન-લૉફસે જણાવ્યું હતું – “આટલો લાંબો વખત મેં ચુપકીદી જાળવી, તે બદલ મને ખરેખર શરમ આવે છે. તારા બાપુજી પ્રત્યે એ કૃતજનતા દાખવી કહેવાય, તથા તારા પોતાના પ્રત્યે અવજ્ઞા. એ હરિયાળો ટાપુ છોડશે ચાર ચાર વર્ષ થઈ ગયાં પણ અહીંના કામકાજની અને ચિંતાઓની ધમાલમાં સમય કેમ પસાર થઈ ગયો તે મને ખ્યાલમાં રહ્યું જ નહિ.
“જોકે, આ બધું કહીને હું મારી બેદરકારીને છાવરવા માગતો નથી; ઉપરાંત અહીંની નવી ધમાલમાં પણ મેં હરહંમેશ ત્યાં પાછળ મૂકેલાંની સ્મૃતિ હૃદયમાં ધારણ કર્યા કરી છે, એમ કહેવું એ પણ સત્યથી વેગળું કહેવાય. માત્ર હું એટલું જ કહેવા માગું છું કે, આ ચારે વર્ષ દરમ્યાન જો કોઈ સ્મૃતિઓ મને સતત વિશેષ મધુર લાગી હોય, તો મારા એ જૂના ઘરની; તથા મારા અંતરની પ્રિયમાં પ્રિય કોઈ આશા હોય તો તે કદીક ને કદીક ત્યાં પાછા ફરવાની.
એ દિવસ અલબત્ત હજુ આવ્યો નથી, પણ તે પાસે આવતો જાય છે, એમ હું સ્પષ્ટ જોઈ શકું છું. એટલે, વહાલી ઝીબા, તું તારાથી મને ક્ષમા કરી શકાય તેમ હોય તો જરૂર કરજો અને કંઈ નહિ તો મારા પ્રત્યે કશે ગુસ્સાનો ભાવ તો ન જ ધારણ કરતી. અને તે અર્થે જ હું આપણે છૂટાં પડ્યાં ત્યાર પછીની હકીકતો તારી સમક્ષ રજૂ કરવા આ પત્રથી પ્રયત્ન કરું છું –
૧૬૫