________________
આત્મ-બલિદાન “જ્યારે આઇસલૅન્ડ આવ્યો ત્યારે બિશપ જોનની લૅટિન સ્કૂલમાં જોડાવા નહોતો આવ્યો – પરંતુ એક સંપેતરું લઈને જ આવ્યો હતો : પ્રથમ તો મારે એક ભલી સ્ત્રી અને સાચી પત્ની, જેને બીજાને વાંકે ઘણું સહન કરવું પડ્યું હતું, તેને શોધી કાઢવાની હતી; અને શોધ્યા પછી તેને બનતી મદદ પહોંચાડવાની હતી. તે બાઈ પોતે મૂળે ગવર્નર-જનરલની પુત્રી હોવા છતાં, તથા આઇસલૅન્ડની કુલ વસ્તી બધી મળીને બે હજાર જેટલી જ હોવા છતાં, એ કમનસીબ બાઈની કશી માહિતી મુજાવિકમાં એક અઠવાડિયા ઉપર વખત થઈ જવા છતાં મને મળી શકી નહિ. એ ઉપરથી એ બિચારીની કમનસીબીની પરાકાષ્ઠાની કલ્પના તને આવી શકશે. છેવટે જ્યારે મને તેની ભાળ મળી, ત્યારે તે કબરમાં જ પોઢી ગઈ હતી, – હું આ કિનારે ઊતર્યો તે પહેલાં બે મહિના અગાઉ! કબ્રસ્તાનના એક પડતર ભાગમાં આવેલી તેની કબર ઉપર માત્ર લાકડાનો એક ખીલે જ ખોસેલો હતો.
મારી શોધનું પ્રથમ પ્રકરણ આમ પૂરું થયું. એ બાઈના મૃત્યુની કરુણતાથી ઘવાઈ, હું મારા સંપેતરાના બાકી રહેતા બીજા ભાગ તરફ વધુ જુસ્સાથી વળ્યો. તે બાઈએ પાછળ કોઈ સંતાન મૂકયું હોય, તો એને મારે શોધી કાઢવાનું હતું, અને તેને પણ બને તેટલી મદદ પહોંચાડવાની હતી. પરંતુ એ સંતાન વિશે મને વિશેષ કંઈ ભાળ મળી નહિ, માત્ર એટલી અછડતી માહિતી મળી કે, એ છોકરો તેની માનો એકમાત્ર આધાર અને સોબતી હતો; બંને જણ પડોશી
ઓથી અલગ – દૂર જ રહેતાં હતાં. તેની માતાના મૃત્યુ વખતે તથા તેને કબરમાં પોઢાડી તે વખતે એ છોકરો હાજર હતો; પણ પછી તેનું શું થયું કે તે ક્યાં ગયા, તે કોઈ જાણતું ન હતું.
“એ છોકરાની શેધમાં જ હતો, તેવામાં પાસેના નાનકડા ટાપુ એન્ગીને કિનારે કોઈ જુવાનનું મડદું તણાઈ આવ્યું. એ એવું સડી ગયેલું તથા ફૂલી ગયેલું હતું કે, તેના ચહેરા-મહોરા ઉપરથી એ કેનું મડદું છે તેની કશી ઓળખ થઈ શકે તેમ નહોતી. પરંતુ શહેરના