________________
૧૩૪
આત્મઅભિન
કોઈ સ્ત્રીને એટલા પ્રેમથી ચાહી નહિ હોય અફાટ દુનિયામાં ચાહવા માટે બીજું કોઈ છે જ
કારણ કે, તેને આ
99
નહિ,
ગ્રીબાએ જૅસનની આંખામાં નજર પરોવીને જોયું અને તેનાં વાકયોની સચ્ચાઈ તેની આંખામાંથી ભારોભાર પ્રગટ થતી તેને દેખાઈ. સાથે જ, પેાતાને ચાહનાર કોઈ જણ પોતાને પડખે છે એમ જાણી, તેના હૃદયમાં અનેરા આનંદનો અને અનેરા ગર્વનો અનુભવ થયો. તેનું હૃદય ભરાઈ આવ્યું અને તેની આંખો નીતરવા લાગી.
જૅસન વગર કહ્યે સમજી ગયો કે, ગ્રીબાએ સ્વાર્પણ કરી દીધું છે, અને હવે તે પોતાની છે. તેણે તરત આનંદની એક કિકિયારી પાડીને ગ્રીબાને પોતાની છાતી ઉપર સમેટી લીધી.
તેના કાનમાં તે બાલતો જ રહ્યો, “મારી ગ્રીબા ! મારું જીવન ! મારા પ્રાણ !”
એક કલાક સુધી એ બે પ્રેમીએ વચ્ચે માત્ર આનંદ અને મમતા વ્યક્ત કરવા ખાતર જ ચાલેલી વાતચીતની રમઝટ જામી રહી. ત્યાર પછી આનંદને હિલેાળે ચડેલા હૈયે જૅસન એક લેાકગીત ગાતો ગાતો ત્યાંથી વિદાય થયો.
પણ થોડી જ વારમાં તે પાછા આવ્યો અને વિચારમાં પડી જઈ ત્યાં જ બેસી રહેલી ગ્રીબાને કહેવા લાગ્યો. “ હું કેવા બબૂચક છું તે? આજે સવારે હું રૅમ્સે ગયો હતો ત્યારે ત્યાંના પેસ્ટ-માસ્ટરે આ કાગળ તને આપવા મને આપ્યો હતો. એ આઇસલૅન્ડનો છે; એટલે તારા બાપુના જ ખુશખબર તેમાં હશે. ભગવાન તેમનું ભલું કરે ! '' એમ કહી, એ કાગળ ગ્રીબાના હાથમાં મૂકી દઈ, જેસન પાછા પેલું જ આનંદ-ગીત ગાતો ગાતો ત્યાંથી ચાલ્યો ગયો.
પણ, એ કાગળ માઇકેલ સન-લૉક્સનો હતો,