SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ માફી ૨૪૩ એ વાત કહીને તે તારી બદનામી ભર અદાલતમાં કરી શકત. પણ એ બહાદુર જુવાને તેમ પણ કર્યું નહિ, પણ જ્યારે હું એ જુવાનને માફી બક્ષવાના હુકમ ઉપર સહી કરવા જતેા હતા, ત્યારે તું જ મારો હાથ શા માટે રોકી રહી હતી? – મારો જાન ખતરામાં હતા તે માટે? -ના; તે અહીં આવે અને તારું પાગળ ઉઘાડું પડી ન જાય તે માટે !’ ગ્રીબા તરત જ ગુસ્સાથી ચમકતી આંખોએ તેની સામે જોતી બોલી ઊઠી, “બધું જૂઠું છે! એ જુવાનને અહીં બોલાવશો, તો એ પેાતે જ એ વાતની ના પાડશે. મને ખાતરી છે, એ બહાદુર માણસ છે. હવે તો હું જ તમને કહું છું, તમે તેને અહીં જ બોલાવી મંગાવા – તે જ આપણા સાચા-જૂઠાનો ન્યાય તોળશે. 22 - “ના; હું તેને અહીં નહીં જ બોલાવું; તે મારા પ્રેમનો હરીફ છે. ’ 66 પણ એટલામાં બારણે ટકોરા પડયો અને સ્પીકરે અંદર દાખલ થઈને પૂછ્યું, · માફ કરજો; પણ આ માફીપત્ર ઉપર તમે અત્યારે સહી કરવા માગેા છો કે હવે આવતી કાલ ઉપર એ વાત મુલતવી રાખીશું ? ” 66 હું એ માફીપત્ર ઉપર સહી કરવાનો જ નથી, માઇકેલ સન-લૉક્સ બોલી ઊઠયો; પણ બીજી ક્ષણે જ તે બાલ્યા, “થાભા, શેભા! એ બિચારાનો શા વાંક છે? તે શા વાંકે દુ:ખ ભાગવે? '' "" તરત જ તેણે કલમ ઉઠાવી, માફીપત્ર સ્પીકરના હાથમાંથી લઈ, તેના ઉપર ઉતાવળે સહી કરી દીધી; અને કહ્યું : “ એ માણસ તરત જ મુક્ત થાય, એ જોજો. "" સ્પીકર એક શબ્દ પણ બોલ્યા વિના એ કમરામાંથી ચાલતો થયા.
SR No.006004
Book TitleAatmbalidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherVishva Sahitya Academy
Publication Year1998
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy