________________
૨૪૨
આત્મ-બલિદાન કરી, એટલે જ હું અહીં તમારી પાસે આવી, તે પહેલાં નહીં. આ જ સાચી વાત છે – એમાં અસત્યનો લવલેશ પણ નથી.”
તે પછી તે આ વાત મને પહેલેથી કેમ ન કરી? અને અત્યારે જયારે પરાણે તારી પાસેથી કઢાવી ત્યારે જ કેમ કહેવા તયાર થઈ?”
પણ તેથી મેં તમને અત્યારે જે કહ્યું તે ખોટું છે, એમ તમે કહેવા માગો છો?”
“ભગવાન જાણે, મારે શું સાચું માનવું અને શું નહિ!”
“પણ તમે મારા ભાઈઓએ કહેલી વાત જ સાચી માનશે? એ લોકો તે તમને છેતરવા જ અહીં આવ્યા છે.”
પણ હું જે પત્નીને આટલી ચાહતો હતો, તેણે પણ મને છેતર્યા જ કર્યો છે ને!”
ગ્રીબા હવે સ્વાભિમાનથી એકદમ ટટાર થઈ ગઈ અને મક્કમ અવાજે બોલી, “ભલે, પણ તેઓએ તમને શી વાત કહી છે, તે તે મને કહો.”
* “એ જ કે, તું જેસનને ચાહતી હતી અને પરણવાની હતી; મારો કાગળ તને ન મળ્યો હોત તો તું જેસનની જ પત્ની બની હોત. તે એને કેદમાં પુરાવ્યો તેનું કારણ હવે મને બરાબર સ્પષ્ટ સમજાઈ જાય છે. તેણે મારી ઉપર વેર લેવાની કરેલી વાત તું જાણતી હતી. એના કરતાં વધુ તવંગર અને પ્રતિષ્ઠિત એવા મને પરણવા માટે તેને છાંડીને તું અહીં ચાલી આવી, ત્યારે તે તારી પાછળ પાછળ તારી ઉપર વેર લેવા માટે આવ્યો. પણ તું એની મને જાનથી મારી નાખવાની પ્રતિજ્ઞા જાણતી હતી, તે તારી પોતાની જાતને તેના વેરમાંથી બચાવી લેવા માટે એની સામે વાપરી. તે એ વાતની ના પાડી શકે તેમ ન હતો, એટલે એ બહાદુર જુવાનિયે એ બાબતમાં પોતાનો કશો બચાવ કર્યો નહિ. જોકે, તેણે ધાર્યું હોત તે, તું એને પરણવા તૈયાર થઈ હતી અને તેને છોડીને નાસી આવી છે એનું વેર લેવા જ તે અહીં આવ્યો છે,