________________
માફી
૨૪૧ માઇકેલે “ભગવાન!' એટલો નિસાસો નાખી, ઝીબા તરફ પૂંઠ ફેરવી.
એ કમરામાં એક સગડી ધખધખ સળગતી હતી. માઇકેલે તેની પાસે જઈ, પોતાના હાથમાં કાગળ તેમાં નાખી દીધો.
એ તમે શું બાળી નાખો છો?” એમ કહેતી ગ્રીબા તરત કૂદી; અને સગડીમાં હાથ નાખી તેણે બળવા લાગેલો એ કાગળ ઉપાડી લીધો. તેની આંગળીઓ દાઝી ગઈ; પણ તે જોઈ ગઈ કે, એ તો તેણે જેસન માટે લખેલે અને પછી પાછળ પડતો મૂકેલો કાગળ હતો. ગ્રીબાને માઇકેલ સન-લૉકસની બધી હતાશા એક ક્ષણમાં સમજાઈ ગઈ.
હતાશ થઈને એક ખુરશી ઉપર બેસી પડેલા પતિની આગળ ઘૂંટણિયે પડીને શ્રીબા બોલી, “માઇકેલ, હું બધું સાચેસાચું કહી દઉં છું – સાંભળે. હું ઑસનને પરણવાની હતી એ વાત સાચી છે, પણ હું એને ચાહતી હતી, એ વાત હરગિજ સાચી નથી. મારો તેના પ્રત્યે આદરભાવ હતો. તે બહુ બહાદુર અને ઉદાર દિલનો જુવાન હતો. મારી માતાના મૃત્યુ પછી, મારા પિતા ચાલ્યા ગયા પછી, અને તમારા તરફથી વર્ષો વીત્યા છતાં કશા સમાચાર આવતા ન હતા તે વેળા, મારા ભાઈઓ જ્યારે મારા પ્રત્યે નાલાયકી અને અમાનુષી વર્તાવ દાખવી રહ્યા હતા તે આફતને સમયે તેણે જ મને ઓથ આપી હતી. એની ભલમનસાઈ અને સહાનુભૂતિનો બદલો આપવાનું બીજું કંઈ સાધન મારી પાસે ન હોવાથી, કૃતજ્ઞતાના ભાવથી પ્રેરાઈને જ મેં તેની પ્રેમની માગણી સ્વીકારી, અને તેને પરણવાનું મેં કબૂલ રાખ્યું. પણ એ જ ઘડીએ મારી પાસેથી વિદાય થતી વેળા તેણે ટપાલમાં આવેલો તમારો પત્ર મને આપ્યો. તે વાંચ્યા બાદ બીજે દિવસે મેં તેને મને તેના બંધનમાંથી મુકત કરવા વિનંતી કરી. તેણે મને મારા જેલમાંથી મુકત
મા – ૧૬