________________
આત્મ-બલિદાન મારા ઉપર બદલો લેવા માગે છે. હું તમને બધી વાત કરીશ, એટલે તમે ખૂબ હસશો; પણ તેમને તમે સીધા મળવા ન જતા.”
પણ મને જ તેઓ મળવા માગતા હોય તો તેમને મળવામાં શો વાંધો છે?” એમ કહેતોકને માઇકેલ ગ્રીબાની પકડમાંથી છૂટો થઈ બહાર ગયો.
*
તે બહાર ગયો ત્યારે કોઈ અગમ્ય ડરથી કંપતો – ભૂંડા ઓથારમાં પડયો હોય તેમ ગયો હતો, પણ તે પાછો આવ્યો ત્યારે પોતાના બધા ભય સાચા પડ્યા હોય તેવો બનીને આવ્યો. એક કલાકમાં તો તેનો ચહેરો ખાસ ઘરડો બની ગયો હતો. તે ખભા આગળથી નીચો લચી પડયો હતો. ગ્રીબા તેને જોતાં જ કરુણ ચીસ પાડી ઊઠી. તે તરત જ તેની સામે દોડી અને બોલી, “માઇકેલ, મારા પતિ, તેઓએ તમને એવું તે શું કહ્યું, જેથી તમે છેક આમ ભાગી પડ્યા જેવા થઈ ગયા છો?”
માઇકેલ સન-લૉસે પ્રથમ તે શૂન્ય નજરે ગ્રીબા સામે જોયું; પછી તેણે પોતાના હાથમાંનો કાગળ પોતાની પીઠ પાછળ છુપાવી દેવાનો પ્રયત્ન કર્યો.
એ શું છે? મને બતાવો.” ગ્રીબાએ આગ્રહપૂર્વક વિનંતી
કરી.
કશું જ નથી, કશું જ નથી.” “પણ તેઓએ શું કહ્યું, તે મને કહો તો ખરા !”
તેઓ કહે છે કે, તું જે સનને ચાહતી હતી – પ્રેમ કરતી હતી – તેને પરણવાની જ હતી.'
ગ્રીબાએ હવે પોતાના પતિ ખાતર – પોતાનો પતિ કશી વજુદ વિના પોતાના હાથમાંથી ચાલ્યો ન જાય તે માટે – ગમે તેવું જઠું બોલવાનો નિશ્ચય કરી લીધો. તેણે તરત જ જવાબ આપ્યો કે, “એ હડહડતી જુદી વાત છે.”