________________
માફી
૨૩૫ કાંઈ માગ્યું નથી, અને હું ફરી કદી કશું માગીશ પણ નહીં. હું આગ્રહપૂર્વક કહું છું, માઇકલ વહાલા, તમે તમારે કારણે નમતું મૂકવા તૈયાર ન હો, તો મારે કારણે પણ આટલું નમતું મૂકો.”
“આ બધું શું છે? આ બાબતમાં આટલું ગંભીર બની જવા જેવું શું છે ?” માઇકેલ સન-લૉકસ હાથમાં કલમ પકડતાં બોલી ઊઠ્યો.
જાણું છું કે, મને આ બાબતમાં માથું મારવાનો કશોય અધિકાર નથી, છતાં હું કહું છું, વહાલા માઇકેલ, કે એ માફીપત્ર ઉપર સહી ન કરશો – એ માણસને અહીં પાછો ન લાવતા – હું આજીજી કરું છું.”
“આ તે બહુ વિચિત્ર કહેવાય.” માઇકેલ સન-લૉકસ ગણગણ્યો.
“અને એટલું જ સીધુંસાદુ પણ છે,” જજ આંખે રૂમાલ લગાવતો બોલી ઊઠ્યો.
“ઝીબા, તું આ માણસને – જેસનને ઓળખે છે?” માઇકેલ સન-લોકસે પૂછયું.
ગ્રીબા ક્ષણભર ખચકાઈ; તેણે સ્પીકર સામે નજર કરી.
તું એ માણસને ઓળખે છે?” માઇકેલ સન-લૉકસે ફરીથી પૂછ્યું.
ગ્રીબા અંતરાત્મામાં ભારે મથામણ અનુભવવા લાગી : તેને જૂઠું બોલવાનું પ્રલોભન થઈ આવ્યું, અને તે તેમાં સપડાઈ પણ ખરી. “મારા પતિને ખાતર આટલું જઠું બોલવામાં શું વાંધો છે? ભગવાન મારું એટલું પાપ જરૂર ક્ષમા કરશે.” એ વિચાર કરતાંકને તે બોલી પડી, “ના રે ના, હું તેને શી રીતે ઓળખું વળી? હું તેને હરગિજ નથી ઓળખતી.”
માઇકલ સન-લૉકસને હવે સંતેષ થયો. તેણે કલમ ખડિયામાં બોળવા હાથ લંબાવ્યો.
તરંત જ ઝીબા બોલી ઊઠી, “હું ફરીથી તમને વિનંતી કરું છું કે, એ માણસને અહીં પાછો ન લાવશો.”