SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ આત્મ-બલિદાન ના, ના, ના, આ બાબત અંગે કશું પણ નહિ” મારે એક વાત કહી દેવી છે; તમે એક મિનિટ મને આપો.” “એક સેકંડનો અધે ભાગેય નહિ ! આ સિવાય બીજી કંઈ જે વાત કહેવી હોય તો બમણી મિનિટો તને એ માટે આપું છું, અને એવી ખાતરી પણ કે તારા માગતા પહેલાં તે તને મળી ગઈ, એમ જાણી રાખજે.” પણ મને આ કિસ્સાની બાબતમાં કેમ કશું જ બોલવા દેતા નથી?” કારણકે, મેં એ બિચારાને નજરે પણ જોયો નથી; છતાં તું કદી પણ તેને અંગે કશું જાણી શકે, તે કરતાં હું ઘણું વધારે જાણું છું. અને તારું પ્રેમળ હૃદય ભલે પોતાપૂરતું સિંહ જેવું બહાદુર હશે, પણ મારા ઉપરના જોખમની વાત વિચારતી વેળા તે હરણથી પણ વધુ ડરપોક બની જાય, એ સ્વાભાવિક છે. તને મારા ઉપરનું જોખમ હોય તે કરતાં ઘણું વધારે મોટું જ લાગે. માટે તું અહીંથી ચાલી જ જા – એમ હવે તે હું હુકમ કરીને કહું છું!” ગ્રીબા હજુ વધુ આનાકાની કરત, પણ હજૂરિયણે આવીને ખબર આપી કે, ભોજન તૈયાર થયું છે, માટે જમવા પધારો. ભેજન પૂરું થયા બાદ માઇકેલ સન-લૉકસે ગ્રીબાને કંઈક ગાઈ સંભળાવવા ખૂબ આગ્રહ કર્યો. તે મુજબ ગ્રીબા ગાતી હતી, તેવામાં હજૂરિયણે આવીને પાછી ખબર આપી કે, સ્પીકર આવ્યા છે. સ્પીકરે અંદર આવીને કાગળ આગળ ધરતાં કહ્યું કે, “સારી વસ્તુ ભલે સમયસર ન થાય, તો પણ જ્યારે કરીએ ત્યારે સારી જ કહેવાય. આ માફીપત્ર છે, તેના ઉપર સહી કરી દો.” ગ્રીબા તરત જ બોલી ઊઠી, “માઇકેલ, હું આજીજી કરીને કહ્યું છું કે, એ કાગળ ઉપર સહી ન કરશો. મેં કદી પહેલાં તમારી પાસે
SR No.006004
Book TitleAatmbalidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherVishva Sahitya Academy
Publication Year1998
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy