________________
૩૪૬
આત્મ-બલિદાન જ ટાંપી રહ્યો હતો. તે હવે જૈસન તરફ જોઈને હસતો હસતો બોલ્યો, “આ હરામજાદો નાહકનો જ બેહોશ બનવાનો ઢોંગ કરી રહ્યો હતો - જો હવે તે કેવો ટટાર થઈ ગયો છે? તું એને ઊંચકીને લઈ આવ્યો ખરો, પણ તેથી તે બચી શકવાનો નથી – ઊલટો તું તો એને એના મોતના હાથમાં સોંપવા માટે જ અહીં ઉપાડી લાવ્યો છે!”
જૈસને એ વાતનો કંઈ જવાબ આપ્યો જ હોત, પણ એટલામાં ભારે કડાકો થયો અને આખી ધરતી જાણે થરથર ધ્રુજવા લાગી. સાથે જ દક્ષિણ તરફથી પૂરપાટ ઘોડો દોડાવતો એક માણસ આવ્યો અને થોભ્યા વગર બૂમો પાડી સૌને ચેતવવા લાગ્યો, “ભાગો! ભાગો ! બરફનો પર્વત ઓગળીને ગબડતો ગબડતો આ તરફ આવી રહ્યો છે. જેને જીવ વહાલ હોય તે ભાગે!”
લોકો આભા બની કશું કરે તે પહેલાં દક્ષિણ-પશ્ચિમ તરફથી બીજો એક જણ પૂરપાટ ઘેડો દોડાવતો આવ્યો અને બૂમ પાડવા લાગ્યો, “દરિયામાં નવા ટાપુ નીકળવા લાગ્યા છે, અને બધી નદીઓ સુકાઈ ગઈ છે. દરિયા તરફ લાલચોળ પથરાઓને વરસાદ વરસે છે, અને સમુદ્રનાં પાણી એ પથરાઓ અંદર પડવાથી સુસવાટા કરતાં ઊકળવા લાગ્યાં છે.”
પેલો હજુ વિદાય થાય, એવામાં દક્ષિણ-પૂર્વમાંથી ત્રીજો માણસ પૂરપાટ ઘોડો દોડાવતો આવ્યો અને બૂમો પાડવા લાગ્યો કે, હેકલા તરફનો મુલક ધોવાઈ ગયો છે અને ધરતીના પટ ઉપર એક તસુ પણ હરિયાળી જગા બાકી રહી નથી. તેને પૂછપરછ કરતાં વધુ ખુલાસે એ મળ્યો કે, ઊકળતા પાણીનું પૂર પર્વત ઉપર ધસી આવ્યું છે અને તેની આગળ ધકેલાતાં બરફનાં ગચિયાંથી ખેતરો, દેવળે, ઢોર, ઘોડા, પુરુષ-સ્ત્રીઓ-બાળકો, બધું દરિયામાં ફંગોળાઈ ગયું છે.
ત્યાં ભેગાં થયેલાં સૌ માણસે હવે એકસામટી ભયંકર ચીસ નાખી, ચારે દિશામાં જ્યાં ઠીક લાગ્યું ત્યાં દોડવા લાગ્યાં. કઈ તરફ