________________
પ્રલયકાળ
३४७
ભય છે અને કઈ તરફ સલામતી છે, તેનો ખ્યાલ કર્યા વિના દરેક જણ જ્યાંત્યાં – એકબીજાની પાછળ – દોડવા લાગ્યું. ઘણાં તો પાછળ મૂકેલાં પોતાનાં સ્ત્રી-બાળકોની ભાળ મેળવવા, જે બાજુ ભય હતો તે તરફ જ દોડ્યાં. બીજું કેટલાંક પોતાની સલામતીને વિચાર કરીને જ ઊલટી દિશામાં દોડી ગયાં.
બે મિનિટમાં તો આખો કાનૂન-પર્વતવાળો પ્રદેશ નિર્જન – વેરાન બની ગયો.
માત્ર ઝીબા હજુ અધપર્ધા બેહોશ અને શૂનમૂન બની ગયેલા માઇકેલ સન-લૉકસને ટેકવીને સ્થિર ઊભી રહી. અને બીજા બે જણ જે ત્યાં રહ્યા તે જૉર્ગન જૉર્ગન્સન અને જેસન. જૉર્ગન જૉર્ગન્સન હવે શું કરે છે, તે તરફ તાકીને જે સન સ્થિર ઊભો રહ્યો હતો.
પણ એટલામાં જૉર્ગન જૉર્ગન્સનના વીસ અંગરક્ષકો, તેની પરવાનગી વિના જ – તેને આથિગની બેઠક વખતે એકલો મૂકવો ઠીક નથી એમ માની રકજાવિકથી દોડતા આવી પહોંચ્યા.
જૉર્ગન જૉર્ગન્સને પોતાના હુકમ વિના અહીં દોડી આવી રેકજાવિકને સૂનું મૂકવા બદલ તેમને ઠપકો આપવાને બદલે ઊલટું સમજદારી દાખવીને અહીં દોડી આવવા બદલ ધન્યવાદ આપ્યા.
પેલા લોકોએ ઉતાવળા ઉતાવળા ખબર આપ્યા કે દક્ષિણ તરફ લાવા ફાટી નીકળવાથી તે તરફના લોકો રેકજાવિક તરફ ભાગી આવવા માંડ્યા છે, અને રેકજાવિકમાં ભારે ભીડ જામી છે.
જૉર્ગન જૉર્ગન્સને તો એ કુદરતી કારમી આફતના સમાચારો તરફ કશું જ લક્ષ આપ્યા વિના એ લોકોને તાબડતોબ માઇકેલ સનલૉકસની ધરપકડ કરવાનું ફરમાવ્યું. માઈકેલ સન-લૉકસ છેક જ આંધળી અવસ્થામાં કશું જોયા-સમજ્યા વિના એક બાજુ ગ્રીબા સાથે ઊભો હતો.
જેસને જૉર્ગન જૉર્મન્સનનો હુકમ સાંભળ્યો કે તરત ત્રાડ નાખી અને લોકોને પોતાની મદદે દોડી આવવા જણાવી માત્ર પોતાના