________________
૩૪૮
આત્મબલિદાન
ખુલ્લા હાથ વડે જ અંગરક્ષકો ઉપર હુમલા શરૂ કર્યો. લેાકા તો પોતાની જ ફિકરમાં પડયા હતા, એટલે તે તેની મદદે દોડી ન આવ્યા. પણ જૅસન એકલાએ જ પેાતાના લેાખંડી બાહુઓથી કેટલાય અંગ-રક્ષકોને ઠેકાણે પાડી દીધા હોત; પરંતુ જૉર્ગન જૉર્ગન્સને તરત પેાતાની પિસ્તોલ ફરીથી હાથમાં લઈ જૅસન તરફ નિશાન લઈને ફોડી. જસનને તો તેના જમણા હાથ જુઠો થઈને લબડી પડયો ત્યાં સુધી કશી ખબર જ ન પડી; પણ હવે અંગ-રક્ષકોએ તેને પાછળથી પકડી લીધા અને જમીન સાથે દબાવી દીધા. દરમ્યાન બીજા અંગરક્ષકો માઇકેલ સન-લૉસ અને ગ્રીબાને પકડીને રેવિક તરફ દોડી
ગયા.
-
પણ તે જ ઘડીએ દક્ષિણ તરફથી ધૂણી અને કાળી રેતી ભરેલી હવાનું મેાજું દીવાલની માફક ધસી આવ્યું અને ચારે તરફ અંધારું – અંધારું થઈ ગયું. જાણે પ્રલયકાળનું દટંતર આવી પૂગ્યું. જે લોકો હજુ ત્યાં ઊભા હતા તે ગાભરા થઈ પવનના તેાફાનમાં ઊડતી રેતીના કણની માફક આમતેમ વીખરાઈ ગયા.
જૉર્ગન જૉર્ગન્સન અને ભેંસનને પકડી રાખનારા અંગરક્ષકો પણ ટપટ જીવ બચાવીને નાઠા; અને જૅસન એકલા જ આખા મેદાન ઉપર એકલા અટૂલેા પડી રહ્યો. દક્ષિણ તરફના પર્વતની ટોચ ઉપર લાલ વાળાઓને પ્રકાશ છવાઈ રહ્યો હતા, તે તેની નજરે
પડયો.
કેપ્ટરના જવાળામુખી ફાટવા લાગ્યા હતા. છતાં જૅસન દિવસના અંધારામાં બાથેાડિયાં મારતા અને લથડિયાં ખાતા એ ઉજજડ વેરાનમાં રસ્તા ફ્ફાસતે। ભાગવા લાગ્યો. તે ગાંડાની પેઠે બૂમા પાડતા હતા કે, “ અલ્યા ભગવાન તું કયાં છે? મેં ખાતરી આપી હતી કે પાપીની કમાણી મેાત છે', તે કયાં ગઈ?”
તેના અંતરમાં અશ્રદ્ધા અને કિન્નાના જ્વાળામુખી ફાટી પડયો.