SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ આત્મબલિદાન “શું પૂછવા માગો છો?” જજે કહ્યું. હું તેને માફી આપી શકું ખરો?” એક ક્ષણ તે સ્પીકર જરા ડઘાઈ ગયો; પણ પછી સ્વસ્થ થઈને બોલ્યો, “હા, પ્રેસિડન્ટને માફી બક્ષવાની કુલ સત્તા છે.” તે સ્પીકર તમે મારી સહી માટે જોઈતા કાગળો તૈયાર કરાવી આપશે?” જરૂર; પણ પહેલાં તમને કંઈક કહેવા બદલ મને ક્ષમા આપશો?” “તમારે જે કહેવું હોય તે બેધડક કહો.” “કદાચ તમે એ કેસ ચાલતી વખતે જે જુબાનીઓ પડી છે તે કેવી જાતની હતી, તે નહિ જાણતા હો.” “મને લાગે છે કે, હું જાણું છું.” એ માણસ તમારો ઓરમાન ભાઈ હોવાનો દાવો કરે છે.” “એ મારો ભાઈ છે .” તમે એનું સ્થાન પચાવી પાડયું છે, એવું તે માને છે.” ખરી વાત છે; તેના દાદા જર્મન જૉર્ગન્સન તેને જ શોધતા હતા; પણ પછી તેને મરી ગયેલો જાણી, મને તેમણે અપનાવ્યો હતો. ” તેને તમારી ઉપર વેર લેવું છે, અને તે અર્થે તમારું ખૂન કરવાની તેણે પ્રતિજ્ઞા લીધી છે.” તેનો મારા પ્રત્યેનો વેરભાવ કુદરતી છે; અને તેની પ્રતિજ્ઞાથી હું ડરતે નથી.” સ્પીકર થોડી વાર થોભ્યો અને પછી પોતાની આંખો રૂમાલ વડે લૂછીને બોલ્યો, “તમારું દિલ ખરેખર મહાન છે – ઉદાર છે – હું તરત જ જઈને માફી બક્ષવા માટેના કાગળો તૈયાર કરાવું છું.”
SR No.006004
Book TitleAatmbalidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherVishva Sahitya Academy
Publication Year1998
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy