________________
માફી
૨૩૧ ઘેરી છાયા તેના તન-મનને અચાનક ઘેરી વળી. તે તેને દૂર કરવા ખૂબ મળ્યો, પણ તે વળી વળીને તેના ચિત્તને ચૂંટી ખાવા લાગી.
તે જ ઘડીએ સ્પીકર-ન્યાયાધીશ કમરામાં દાખલ થયો.
માઇકેલ સન-લૉકસે તેમને જોતાં જ કહ્યું, “સ્પીકર, મેં તમને મારે લગતી કંઈક અગત્યની બાબત માટે જ તસ્દી આપી છે.”
“કહી દો.” ન્યાયાધીશે કહ્યું.
“મારી ગેરહાજરીમાં બિશપની અદાલતે એક માણસ ઉપર મારા જાન લેવાની ધમકી આપવા અને કોશિશ કરવા બદલ કામ ચલાવીને તેને સજા કરી છે.”
“હા, સ્ટિફન એરી અને માજી ગવર્નર-જનરલ જૉર્ગન્સનની પુત્રી રાશેલનો પુત્ર જેસન"
ખરી વાત; એને વિષે જ હું કહેવા માગું છું.” “ઘણી ખુશીથી કહી દો.” “તેને ગંધકની ખાણોમાં મોકલી દેવામાં આવ્યો છે.” બાર મહિના તો ખરો જ.”
આપણે તેને પાછો બોલાવીને હાઈકોર્ટ મારફત તેના કેસ ફરી ચલાવરાવી શકીએ?”
હવે ઘણું મોડું થઈ ગયું કહેવાય. હાઈકોર્ટે તે તેને સજા જ કરી હોત કે કેમ, એ જ શંકા પડતું છે; પણ સજા કરી જ હોત તો તેને વધુ લાંબી સજા જ કરી હતી. બિશપની કોર્ટે તેને બાર મહિનાની સજા કરી હોવા છતાં એવી શરત ઉમેરી છે કે, એ બાર મહિના બાદ પણ તે જો તમારી સાથે સુલેહ-શાંતિથી વર્તવાના સેગંદ લે, તો જ તેને છુટો કરવામાં આવે. એટલે તમારે તેના તરફનો કશો ડર રાખવાનું કારણ નથી.”
પણ મને તેના તરફને કશી જાતને ડર છે જ નહીં; હું હવે તમને જે પૂછવા માગું છું, તે ઉપરથી જ તમે એ જોઈ શકશો.”