________________
સત્યાગ્રહની મીમાંસા
લેખક
મગનભાઈ પ્રભુદાસ દેસાઈ ૧૯૩૫માં બહાર પડેલે આ ગ્રંથ સત્યાગ્રહનું સામાજિક દર્શન, રાજ્ય અને સમાજ-વિદ્યાની દષ્ટિએ સમજાવવા પ્રયત્ન કરે છે.
સત્યાગ્રહના મૂળ સિદ્ધાંતની સમજ, સમાજવાદ, સામ્યવાદ વગેરે બીજ સામાજિક સિદ્ધાંતોની દષ્ટિએ તેનું પરીક્ષણ તેની પાછળ રહેલી સામાજિક ફિલસૂફી, વગેરે બાબતોની શાસ્ત્રીય રીતે ચર્ચા કરતું પ્રથમ પુસ્તક આને કહી શકાય. આ પુસ્તક માટે લેખકને “પારંગત'ની પદવી પૂ. ગાંધીજીને હાથે એનાયત કરવામાં આવી હતી.
- આ પુસ્તકનો હિંદી અનુવાદ પણ બહાર પડી ચૂક્યો છે. અને તેને અંગ્રેજી અનુવાદ પણ હાલ પ્રેસમાં છપાય છે. “સત્યાગ્રહની મીમાંસા' અંગ્રેજીમાં પ્રસિદ્ધ થશે ત્યારે વિશ્વના ગાંધી-પ્રેમીઓ તેને રોટતેટલા ભાવે આવકારશે. સત્યાગ્રહને સંદેશ વિશ્વમાં પહોંચાડવાની અકાદમીની હેશ છે.
સરસ્વતીચંદ્ર
લેખક વધનરામ માધવશવ ત્રિપાઠી “સરસ્વતીચંદ્ર” આપણા સાક્ષર-જીવનના “પંડિતયુગનું મહાકાવ્ય” છે. તેના પણ બે જુદી જુદી કક્ષાના સચિત્ર સંક્ષેપ પરિવાર સંસ્થા તરફથી બહાર પડી ચૂકયા છે. ગુજરાતી ભાષાની આ મહાકાદંબરી “સરસ્વતીચંદ્ર - સચિત્ર અંગ્રેજી અનુવાદ પણ વિશ્વસાહિત્ય અકાદમી તરફથી તૌયાર થઈ રહ્યો છે.