________________
૨૪૮
આત્મબલિદાન માઇકેલ સન-લૉકસ હવે વધુ સહન કરી શક્યો નહિ. તેણે જોરથી ટેબલ ઉપર મુક્કી મારીને કહ્યું, “આ બધું નાટક બંધ કરો – તમારે પાંચ પાઉંડ જોઈએ છે ને?”
“કાગળ એટલી કિંમતનો હતો જ – એમાં શી શંકા છે?” જેકબે આડકતરી રીતે હકારમાં જવાબ વાળ્યો.
“અને હું જો તમને એટલા પાઉંડ ન આપું, તો તમે બહાર એવો પ્રચાર કરશો કે, પ્રેસિડન્ટ કોઈ ભ્રષ્ટ સ્ત્રીને પરણ્યો છે, ખરું ને?”
“વાહ, અમે એમ ક્યારે કહ્યું વળી?” જેકબે જવાબ આપ્યો.
ભલે કશું નથી બોલ્યા; પણ તમારે પાંચસો પાઉડ જોઈએ છે, એ તો ખરી વાત ને?”
“કાગળ એટલો કીમતી હતો જ.” “જવાબ આપે, તમારે પાંચ પાઉંડ જોઈએ છે, ખરું ને?”
“કાગળની કિંમત પૂછો તો એટલી કહેવાય જ; અને તે અમને મળવી જોઈએ.” *
તો તો તમને છ-પેન્સ પણ નહિ મળે. તમે જે કામ કર્યું તે માટે હું તમને પૈસા આપીશ, એમ તમે માનો છો? તો એટલું સાંભળી લો કે, તમે તમારી બહેન વિશે જે ખરાબ સમાચાર લાવ્યા, તે ન લાવ્યા હોત, તે મારી પાસે આખી દુનિયાની મિલકત હોત તોપણ તમને મારી પ્રિય પત્નીના ભાઈઓ તરીકે આપી દેતાં હું પાછી પાની ન કરત.”
આ બધું બોલવાનો કંઈ અર્થ નથી, મહેરબાન. હવે કાગળ બાળી નાખ્યો છે અને કશું જોખમ તમારે માથે નથી રહ્યું, એટલે એવું બોલી શકો છો. પણ તમેય સાંભળી લો કે, મને પાંચસો પાઉડ નહીં મળે, ત્યાં સુધી હું આઇસલૅન્ડ છોડવાનો નથી, અને આખું આઇસલૅન્ડ એ વાત જાણતું થઈ જશે.”