________________
રકા
૨૪૯ “તમારે જે કહેવું હોય તે કહેતા ફરજો; અને કરવું હોય તે કરી લેજો; પણ ફરી તમે જો આ ઘરમાં પગ મૂક્યો, તે બદનશી કરી પૈસા કઢાવવા તાકવા બદલ તમને સૌને હું જેલભેગા જ કરી દઈશ.” માઇકેલ સન-લૉકસે છેવટની વાત સુણાવી દીધી.
ફેરબ્રધર-ભાઈઓ રાજભવનની બહાર નીકળ્યા, ત્યારે જેકબનું માં તે કાળું ઠણક જ થઈ ગયું હતું, અને થર્સ્ટનની કાંઈક રાજીપાના ભારેલા અગ્નિ જેવી લાલચોળ આંખે બરફને વીધે તેમ તેને વીંધવા લાગી હતી. તેણે જેકબને “પાજી”, “બેવકુફ”, “ઘાંઘો”, “ગમાર” વગેરે જેટલાં વિશેષણો તેને આવડતાં હતાં તે બધાંથી નવાજવા માંડયો.
બીજા ભાઈઓ જેકબને સીધો ઉલ્લેખવાનું છે.ડી, આખા પ્રસંગ વિશે પિતા પોતાના અભિપ્રાય વ્યકત કરવા લાગ્યા.
જૉન બોલ્યો, “નવાઈની વાત તો એ છે કે, પેલાને માળાને પિતાની પત્નીની બદનામીની જરાય પડી હોય એમ જ લાગતું નહોતું.”
અરે એના જેવા જાનવરને બદનામી શું કે આબરૂ શું? તેની મા કોણ હતી તે તો જાણો છો ને? મા તેવો દીકરો !” રોસે જવાબ વાળ્યો.
એના કરતાં તો રીબાડી જસનને પરણી હોત તો સારું થાત; હું હંમેશ એમ જ કહેતો આવ્યો હતો.” ઐશરે ઉમેર્યું.
આ પ્રેસિડન્ટ જેવા નાલાયકોને જાત સિવાય બીજા કશાની પડી હોતી નથી.. જાત – પિતાની જ જાત, એટલે જાણે બધું તેમાં આવી ગવું – બીજા સગાવહાલા કંઈ નહિ!” સ્ત્રીને ઉમેર્યું.
એવા સ્વાર્થીઓ ઉપર ધ્યાનત હજો.” “નોં લાગણીહીન રાક્ષસ!” રૉસે ઉમેરો કર્યો.