________________
૨૨૬
આત્મ-બલિદાન જેકબ હવે દાંત કચકચાવીને બોલ્યો, “બેવકૂફ, તમે પાયમાલ થયા છો કે ધનના ઢગલાના ખોળામાં જ આવી પડ્યા છો? આવું સારું નસીબ તો તમારા બાપ-જનમારામાંય કદી તમે નહિ પામ્યા હો!”
“હું? એ વળી શી રીતે ?” પાંચે જણ સામટા બોલી ઊઠયા.
શી રીતે, તે એ રીતે કે, જૈસનની ધરપકડ શાથી થઈ, એ સમજ્યા? માઇકેલ સન-લોકસના જાન લેવાની ધમકી આપવા બદલ તેની ધરપકડ થઈ છે, એમ માનવાની બેવકૂફી તો તમે નથી કરતા ને?”
“તો પછી?” જોને પૂછયું.
અરે ગ્રીબાને ધમકી આપવા બદલ તેની ધરપકડ થઈ છે, સમજ્યા?”
“ભલે માઇકેલ સન-લૉસને નહીં ને ગ્રીબાને ધમકી આપી હશે; પણ એમાં આપણો શો દહાડો વળ્યો?” એશરે પૂછ્યું.
આપણો દહાડો એમ વળ્યો કે, માઈકેલ સન-લૉકસને આપણે જે બધું જાણીએ છીએ તે કશાની ખબર નથી. અને આપણે તેને અમુક માહિતી એવી આપી શકીએ કે, જેથી આપણો દહાડો જરૂરી વળે.” જેબે જવાબ આપ્યો.
“એ વળી કઈ માહિતી?” જૉને પૂછવું.
તે માહિતી એ કે, ગ્રીબા જેસનને જ ચાહતી હતી, અને તેને જ પરણવાની હતી, પણ તેની જોડે પ્રેમ-લીલા લાંબો વખત માણ્યા પછી, તેને ગરીબ જાણી, તેને પડતો મૂક્યો અને માઇકેલ સન-લૉસને તવંગર જાણી, તેની સાથે પરણવા તે આઇસલૅન્ડ દોડી આવી છે.”
“જા, જા, માઈકેલ સન-લૉકસ તારી એ વાત માની લે ખરો ને! તું મૂરખ જ રહ્યો.” થર્સ્ટન બોલ્યો.
“જુઓ, મારી પાસે ગ્રીબાએ જ જૈસનને લખેલો કાગળ છે;