________________
ફરબ્રધરભાઈ એ
રપ
· કેવી ચાલાક બિલાડી છે! પહેલા પૈસા લઈ લીધા પછી હવે નહાર બતાવે છે.” રૉસ ઘૂરકયો.
“ ચૂપ, ચૂપ, ભાઈ, તમે મને જ બાલવા દો,” જૅકબે સૌને વારતાં કહ્યું; “ હું, પણ ગ્રીબા, તમે અજાણ્યા પણ જેવા ભાવ-પ્રેમ દાખવા છે, તેવા પણ તમારા સગા દાખવે, એ મારા તા માન્યામાં જ આવતું નથી.”
પ્રત્યે નહીં
પ્રત્યે
૩
ભાઈ
જવા દે એ બધી વાત; હું તમારું મન બરાબર પામી ગઈ છું. હું ગરીબ અસહાય હતી ત્યાં સુધી તમે મારું બધું પડાવી લીધા કર્યું; હવે હું કંઈક તવંગર થઈ છું એમ તમે જાણ્યું, એટલે તમે મારી પાસેથી કંઈક લાભ છડી લેવા માટે જ મને ઘૂંટણિયે પડતા આવ્યા છો. પણ હું તમને ધિક્કારું છું; તમે સ્વાર્થી પામર માણસા છે. મારા બાપુને પણ તમે ચૂસી ચૂસીને ખાવી કર્યા પછી તેમની તરફ પીઠ ફેરવી લીધી; મારા પતિ સામે પણ તમે કેટલાંય કાવતરાં રચ્યાં, અને હવે પાછા તેમના પગ નીચેની ધૂળ ચાટવા આવ્યા છે. ચાલ્યા જાઓ મારા ઘરની બહાર ! અને અહીં ફરી કદી પાછા ન આવતા; નહીં તે હું તમને અજાણ્યા ઘૂસણખાર જાહેર કરી હાંકી કઢાવીશ.
""
આ શબ્દો સાંભળતાં જ બધા ઘેટાંની પેઠે એકબીજા સાથે દબાતા-ચંપાતા બારણામાંથી બહાર નીકળી ગયા.
બહાર નીકળ્યા બાદ થર્સ્ટન બાલ્યો, “હું જ માળા બેવકૂફ, તે આ જૅકબડાની બેવકૂફીભરી યોજનામાં જોડાઈને પાયમાલ થયો.
""
“હું તો પહેલેથી જ કહેતા હતા કે, આમાંથી કશું નીપજવાનું
*
..
નથી, ” ઑશર બોલ્યો; “ આપણે દરેક જણે પાંત્રીસ પાઉંડ ગુમાવ્યા અને ઉપરથી ચૌદ ટકા વ્યાજ ભરીશું તે જુદું.”
આ ~ ૧૫