________________
માફી
૨૨૭ એ જોયા પછી તો તે માનશે ને?” જેકબે ખીસામાંથી ગ્રીબાએ જેસનને આપવા લખેલો અને પછી રાખી મૂકેલો કાગળ કાઢતાં કહ્યું.
બધા ભાઈઓ જેકબની હોશિયારી ઉપર ખુશ થઈ ગયા.
તેઓ બે દિવસ વધુ રેન્જાવિકમાં રોકાયા. બીજા દિવસે પાછલે પહોરે જહાજમાં માઇકેલ સન-લૉકસ આવી પહોંચ્યો, અને રાજભવન તરફ ઘોડેસવાર થઈને દોડ્યો.
ફેબ્રધર-ભાઈઓ સંતુષ્ટ ચિત્તે તેને ત્યાં જતો જોઈ રહ્યા.
૧૧ માફી
જયારે માઇકેલ સન-લૉસે આદમ ફેબ્રધર અને તેના જહાજી હોનારતના ભોગ બનેલા સાથીઓની તપાસ માટે મોકલેલા માણસે ખાલી હાથે પાછા આવ્યા, ત્યારે તેમને પૂછપરછ કરીને તેણે જાણી લીધું કે, તેઓ ભૂલથી અવળી બાજુએ જ ગયા હતા. એટલે તેણે જે દિવસો બગયા તેની ગણતરી કરી લઈ, પેલા હોનારતી લોકો પગપાળા કિનારે ચાલવા લાગ્યા હોય તો ક્યાં સુધી આવ્યા હોય એ વિચારી લઈ, વેસ્ટમેન-ટાપુઓ તરફ પોતાનું જહાજ લેવરાવ્યું. પરંતુ વચ્ચે તોફાન નડતાં તેનાથી ધાર્યા પ્રમાણે ત્યાં પહોંચી ન શકાયું; પણ તેને એટલા ખુશખબર તે ત્યાંથી મળ્યા જ કે, હોનારતનો ભોગ બનેલા એ લોકો ત્રણ દિવસ પહેલાં ત્યાં પગપાળા આવ્યા હતા, અને હવે ત્યાંથી આગળ ચાલી નીકળ્યા છે.
દરિયા-કિનારો આ ભાગમાં એટલો બધો ખરાબ હતો કે જહાજ વડે ત્યાં પહોંચાય તેમ નહતું, એટલે તેણે જલદી જહાજને પાછું