________________
૨૧૧
બીજી પત્નીથી તેને બીજો પુત્ર થયો હતો. આની મા મરણપથારીએ પડી હતી ત્યારે આ કેદી કે જે તેનો સગો પુત્ર થતો હતો તથા ત્યાં હાજર હતા, તેને તેના બાપ ઉપર અને તેના બીજીથી થયેલા પુત્ર ઉપર વેર લેવાના ભયંકર શપથ તેની માએ લેવરાવ્યા હતા; – એ વાતનો હું સાક્ષી છું.”
- બિશપે હવે કાયદાથી મંગાવીને તેમાંથી એક કાયદો સૌને વાંચી સંભળાવતાં કહ્યું, “પરમાત્માએ આપણ સૌ માનવોને ભાઈની પેઠે સંપીને રહેવા ફરમાવ્યું છે; અને આપણા દેશના કાયદામાં એવી જોગવાઈ છે કે, જો બે માણસો વચ્ચે તકરાર પડી હોય અને વેર બંધાયું હોય, તો તેઓ બંને જણ પડોશીઓની હાજરીમાં, શાંતિ જાળવવાના અને ભવિષ્યમાં સંપીને રહેવાના સોગંદ લે, તો તેમને મિત્રો બની ગયેલા ગણવા.” પછી તેમણે જેસન પ્રત્યે નજર કરીને પૂછયું, “તું એ રીતના સોગંદ લેવા તૈયાર છે? પ્રેસિડન્ટ જ્યારે પાછા આવશે ત્યારે તે તારી પ્રત્યે એ રીતના સોગંદ લેશે.”
જેસને ઘૂરકતો હોય તેમ જવાબ આપ્યો, “ના.”
સરકારી વકીલ તથા પ્રેક્ષકો બિશપની આ ઢીલી શતથી આકળા થઈ ગયા અને ઊંચાનીચા થવા લાગ્યા. સરકારી વકીલ તો બોલી ઊડ્યો, “આવી ચેતવણીઓ અને શાંતિ જાળવવાના સોગંદો એ તો પુરાણા યુગની વાત છે. કેદીને પોતાના ગુનાની ગંભીરતાની અને તે માટે થનારી સજાની પૂરી માહિતી છે. અત્યારે બીજા દેશમાં નો જાન લેવાનો ઇરાદો કોઈએ આડકતરી રીતે પણ કબૂલ રાખ્યો હોય, તો તેને જેલમાં જ ખોસી દેવામાં આવે.”
લોકો પણ “ખરી વાત છે', “ખી વાત છે' એમ પોકારી ઊિઠયા.
પણ બિશપ જૉને મક્કમતાથી જવાબ આપ્યો, “બીજા કોઈ દેશમાં તો કોઈ ગુનેગાર મતની પરવા કે બીક ન બતાવે, તો તેને ગાડે ગણી પાગલખાનામાં જ લઈ જવામાં આવે.”