________________
આત્મબલિદાન જેસને એ પ્રશ્નનો કશો જવાબ ન આપ્યો. '
“તું અંગત વેરનો બદલો લેવા માટે એમના જાન લેવા માગે છે?” જવાબ નહીં.
“કે કોઈ રાજકીય હેતુ છે?” જવાબ નહીં. “કે બંને હેતુઓ છે?” હજુ પણ જવાબ નહીં.”
બિશપે હવે કંઈક વિગતે કાયદાની સ્થિતિ તેને સમજાવતાં કહ્યું, “કોઈની હત્યા થઈ હોય તેનો કોઈ સંબંધી તે હત્યા કરનારનાં નજીકનાં સગાંમાંના કોઈનું લોહી રેડે, તો તેને ખૂની તરીકે આઇસલૅન્ડના જૂના કાયદામાં સજા કરવામાં આવતી નથી. તારા આ કિસ્સામાં તો તે કોઈનું ખૂન કર્યું નથી, માત્ર તારો ઇરાદો ખૂનનો હતો; એટલો મારી ફરજ તને પ્રથમ એ પૂછવાની છે કે, માઇકેલ સન-લોકસે તારાં નજીકનાં લોહીનાં સગાંમાંના કોઈનું લોહી રેડયું છે કે કેમ, અને તું માત્ર એ લોહીનો બદલો લેવા ખાતર જ તેમનું લોહી રેડવાનો ઇરાદો ધરાવતો હતો?”
જેસને હવે કંટાળો દર્શાવતા મોંએ એટલો જવાબ આપ્યો કે, “મારે કંઈ કહેવાનું નથી.”
હવે એક બુઢો લ્યુથરન પાદરી સાક્ષીના પાંજરામાં આવીને બોલ્યો, “પ્રેસિડન્ટ જો સ્ટિફન રીના પુત્ર છે એ વાત ખરી હોય, તે આ કેદી પ્રેસિડન્ટને શા કારણે ધિક્કારે છે, એ વાત ઉપર હું પ્રકાશ નાખી શકું તેમ છું. હું આ કેદીને ઓળખું છું, કારણ કે એનો ખ્રિસ્તી દીક્ષાવિધિ અને નામકરણ મેં કરેલાં છે. હું આ કેદીની માને પણ ઓળખતો હતો; અને તેના મરણકાળે હાજર હતો. તેની મા માજી ગવર્નર-જનરલની પુત્રી થતી હતી એ વાત સાચી છે, અને તેના પિતાએ તેના પ્રત્યે દુર્વર્તન દાખવ્યું હતું તેનો હું સાક્ષી છું. પરંતુ તેના પતિએ તો તેના પિતા કરતાં પણ તેના પ્રત્યે ઘણે ગેરવર્તાવ દાખવ્યો હતો – તે જીવતી હતી અને તે બીજીને પરણ્યો હતો અને તે