________________
સજા
૨૦૯
તેમની સાથે પ્રેસિડન્ટના ખૂનનું કાવતરું યોજતો તેણે પોતાના સગા કાને સાંભળ્યો હતો.
આ પુરાવા પડતાં જ લોકોમાં ઊંડો ગણગણાટ વ્યાપી રહ્યો. ગ્રીબા તે જ વખતે એ બધી ખોટી વાતો છે એમ બોલવા એકદમ ઊભી થઈ ગઈ; પણ કંઈ બોલી શકી નહિ. જેસને પોતાની લાલચોળ ઠપકાભરી આંખે તેના તરફ ફેરવી, અને તેની સાથે જ તે બેભાન થઈને નીચે ગબડી પડી. અદાલત એમ સમજી કે, તેને પોતાના પતિના ખૂનના કાવતરાની વાત સાંભળી ખૂબ લાગી આવ્યું છે, અને તેને તરત અદાલતના ઓરડામાંથી ખસેડી લેવામાં આવી.
બિશપ જોન બોલી ઊઠયા, “આ કિસ્સો ચેતવણી આપવા માટેનો છે – સજા કરવા માટેનો નથી. આપણી જૂની કાયદાપથીમાં સ્પષ્ટ લખેલું છે કે, કોઈ માણસ બીજાને મારી નાખવાની ધમકી આપે, તો તેને તેણે કરવા ધારેલા ગુનાની ગંભીરતાની અને તે ગુના બદલ થનારી સજાની ચેતવણી આપવી.”
અદાલતી વકીલ તરત જ બોલી ઊઠ્યો, “ભલા ભગવાન, આ કેદી એ બંને વાનાંથી અણજાણ છે એમ આપણે શા માટે માની લેવું? ઉપરાંત રાજ્યને અને મિત્રોને મન જેમનું જીવન કીમતી છે, એવા પ્રેસિડન્ટશ્રીના પ્રાણ લેવાનું સાક્ષીઓ સમક્ષ જેણે વચન લીધેલું છે, એવા માણસને આપણે માત્ર ચેતવણી આપીને છોડી મૂકીશું? તો પછી એ માણસ ફરીથી લાગ જોઈને પ્રેસિડન્ટશ્રીનું ખૂન કર્યા વિના રહેશે ખરો?”
ભગવાન ખમા કરે,” બિશપે જવાબ આપ્યો. હવે કેદીને જ સીધું પૂછવાનું બાકી રહેતું હતું. “તું પ્રેસિડન્ટના જાન લેવાનો લાગ શોધી રહ્યો હતો, એ વાત
ખરી છે?"
આ૦ – ૧૪